હવે ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડરમાં ૫ નહીં પરંતુ ૪ જ એન્જીન હશે

ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર એટલે કે ઈસરોએ આવનારા વર્ષે ચંદ્રયાન-૩ લોન્ચ કરશે. તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે ચંદ્રયાન-૨માં વિક્રમ લેંડરથી ચંદ્રયાન-૩ના વિક્રમ લેંડર થોડુ અલગ હશે. ચંદ્રયાન-૨ના વિક્રમ લેંડરમાં પાંચ એન્જીન (થ્રસ્ટર્સ) હતા. પરંતુ આ વખતે ચંદ્રયાન-૩ના વિક્રમ લેંડરમાં માત્ર ચાર જ એન્જીન હશે. તેમાં મિશનમાં લેંડર અને રોવર જશે. ચાંદ અને તારોઓમાં ઘૂમી રહેલા ચંદ્રયાન ૨ના ઓર્બિટરની સાથે લેંડર રોવરનો સંપર્ક કરવામાં આવશે.
વિક્રમ લેંડરના ચારે ખુણા ઉપર એક એક એન્જીન હતું જ્યારે વચ્ચે એક મોટું એન્જીન હતું. પરંતુ આ વખતે ચંદ્રયાન ૩માં જે લેંડર જશે તેમાં વચ્ચેનું એન્જીન હટાવી દૃેવામાં આવ્યું છે. તેનાથી ફાયદૃો એ થશે કે લેંડરનું વજન ઓછું રહેશે.
ઈસરો એ માટે પાંચમાં એન્જીનને હટાવી રહૃાું છે કારણ કે, હવે તેની જરૂરત નથી. તેનાથી લેંડરનું વજન અને તેની િંકમત વધે છે. ઈસરોના સાઈન્ટીસ્ટે લેંડરના પગોમાં પણ ફેરફારની ભલામણ કરી હતી. હવે જોવાનું એ રહે છે કે કેવા પ્રકારના ફેરફાર હશે. તે સિવાય લેંડરમાં લેંડર ડોપ્લર વેલોસીમીટર પણ લગાવવામાં આવ્યું છે. કારણ કે, લેિંંડગના સમેય લેંડરની ગતિની સટીક જાણકારી મળઈ શકે અને ચંદ્રયાન-૨ના વિક્રમ લેંડર જેવી ઘટના ન થાય.
ચાંદૃના ખાડાઓ ઉપર ચંદ્રયાન-૩ના લેંડર રોવર સારી રીતે ઉતારી શકાય અને કામ કરી શકે એ માટે બેંગલુરૂથી ૨૧૫ કિલોમીટર દૃુર છલ્લાકેરેની પાસે ઉલાર્થી કવાલુમાં નકલી ચાંદનો ખાડો બનાવવામાં આવશે. ઈસરોના સુત્રોના જણાવ્યા પ્રમાણે છલ્લાકેરે વિસ્તારમાં ચંદ્ર જેવો ખાડો બનાવવા માટે તેણે ટેંન્ડર જાહેર કર્યું છે. આશા છે કે, સપ્ટેમ્બરની શરૂઆતમાં અમને તે કંપનીમળી જાય જે કામ પુર્ણ કરશે. આ ખાડો બનાવવામાં ૨૪.૨ લાખ રૂપિયાનો ખર્ચ આવશે.
આ ખાડો ૧ મીટર વ્યાસ અને ત્રણ મીટર ઉંડો હશે. એ માટે બનાવવામાં આવી રહૃાો છે કે આપણે ચંદ્રયાન-૩ના લેંડર અને રોવરના મૂવમેન્ટની પ્રેકટીસ કરી શકીએ. સાથે જ તેમાં લાગનારા સેંસર્સની પણ તપાસ થઈ શકે. તેમાં લેંડર સેંસર પરફોર્મેસ ટેસ્ટ કરવામાં આવશે. તેના કારણે આપણે લેંડરની કાર્યક્ષમતાની ઓળખ થશે.
ચંદ્રયાન-૨ની જેમ ચંદ્રયાન-૩ મીશન પણ આવનારા વર્ષે લોન્ચ કરવામાં આવશે. જેમાં વધારે પ્રોગ્રામ પહેલાથી જ ઓટોમેટેડ હશે. તેમાં સેંકડો સેંસર્સ લાગેલા હશે જે તે કામ સારી રીતે કરવામાં મદદ કરશે. લેંડરના લેંડિગ સમયે ઉંચાઈ, લેંડીગની જગ્યા, ગતિ, પથ્થરોથી લેંડરને દૃુર રાખવા વિગેરેમાં સેંસર્સ મદદ કરશે.