હવે દેશમાં પ્રાઇવેટ કંપનીઓ પણ સેટેલાઈટ લોન્ચ કરી શકશે

કેન્દ્ર સરકાર પોતાની અવકાશની સિદ્ધિઓને હવે વધુ વિસ્તૃત બનાવવા માગે છે અને તે માટે પોતાની સ્પેસ કોમ નીતિ હેઠળ દેશની ખાનગી કંપનીઓને સેટેલાઈટ લોન્ચ કરવાની તેમજ વર્તમાન સ્પેસ એ સેટ નો ઉપયોગ કરવાની છૂટ આપશે. કેન્દ્ર સરકારના અંતરંગ વર્તુળોએ આ પ્રકારની માહિતી આપી છે.
થોડા દિવસો પહેલા અવકાશ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પેસ સેક્ટર ઓપ્ન કરવામાં આવ્યા બાદ નવી નિતી બનાવવામાં આવશે અને દેશની ખાનગી કંપ્નીઓ સંદેશા વ્યવહારની સેવાઓ માટે વર્તમાન સ્પેસ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે તેમાં સુધારા-વધારા નીતિમાં કરવામાં આવશે.
નવી નીતિ હેઠળ આ ખાનગી કંપનીઓ સેટેલાઈટ લોન્ચ કરી શકશે તેમજ વિદેશી ગ્રાહકોને પણ સેવા આપી શકશે પરંતુ દેશની સ્પેસ પોલીસી હેઠળ જ એમણે આ કામગીરી કરવાની રહેશે અને તેની સાથે ઘણી બધી શરતો અને નિયમો જોડાયેલા રહેશે.
આવી છૂટછાટ આપવા માટે દેશની જે ખાનગી કંપ્નીઓના રેકોર્ડ ચકાસવામાં આવશે અને તેની કામગીરી નો અભ્યાસ કરવામાં આવ્યા બાદ અને તેની વિશ્ર્વસનીયતા ની ખરાઇ કરવામાં આવ્યા બાદ જ આવી છૂટછાટ આપવામાં આવશે.
આ માટે દેશની ખાનગી કંપનીઓ દેશની બહાર પણ પોતાના કંટ્રોલ સેન્ટરો ની સ્થાપ્ના કરાવી શકશે પરંતુ શરતોને આધીન કામગીરી રહેશે. આ અવકાશ નીતિમાં સુધારા વધારા કરવા માટેનો નવો મુસદ્દો ઘડી લેવામાં આવ્યો છે અને તેનો અભ્યાસ કરવામાં આવશે અને પીએમ ઓ સમક્ષ તેને રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.