હવે પ્લેનમાં વચ્ચેની સીટ ખાલી રાખવી જરૂરી નથી: સુપ્રીમ કોર્ટ

ન્યુ દિૃલ્હી,
એરલાઇન્સ કંપનીઓ માટે સુપ્રીમ કોર્ટએ એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય અંતર્ગત હવે એરલાઇન્સ કંપનીઓને વચ્ચેની સીટ ખાલી રાખવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના આ આદૃેશને યોગ્ય રાખ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે મહામારીના કારણે યાત્રીઓને સુરક્ષા અને સ્વાસ્થયના પર્યાપ્ત ઉપાય કરવા જોઇએ. જસ્ટિસ સંજય કિશન કૌલ અને ભૂષણ ગવઇએ સુપ્રીમ કોર્ટની બેંચને એર ઇન્ડિયા અને અન્ય તમામ ઘરેલૂ એરલાઇન્સના મધ્ય સીટ ખાલી રાખવાનો બોમ્બે હાઇકોર્ટના આદૃેશ બરતરફ કર્યો છે.
પાયલટે ૩૧મે ઘોષિત વિમાન નિયમનકારના નિર્ણયના વિરુદ્ધ વિશેષ અવકાશ અરજી દૃાખલ કરી હતી. જેમાં એરલાઇન્સને મધ્યની સીટો વેચવાની અનુમતિ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગાઇડલાઇન મુજબ વચ્ચેની સીટ ખાલી રાખવાનું કહેવામાં આવ્યું હતું. જો તે સંભવના હોય તો વચ્ચેની સીટ વાળા યાત્રીને ઉટ્ઠિ ટ્ઠર્ેિહઙ્ઘ ર્ય્ુહ આપવામાં આવશે. જો કે એક જ પરિવારના લોકો એક સાથે બેઠા હોય તો તે વચ્ચેની સીટનો ઉપયોગ કરી શકે છે. વળી તમામ યાત્રીઓને એરલાઇન્સ સુરક્ષા કિટ પણ આપવાની રહેતી હતી. જેમાં માસ્ક, ફેસ શીસ્ડ, સૈનિટાઇઝર સામેલ હતા.
જો કે જાણકારોનું માનવું છે કે વિન્ડો સીટ સૌથી વધુ સુરક્ષિત હોય છે. કારણ કે ત્યાંથી લોકો ઓછામાં ઓછી વાર ઉઠે છે. આ મામલે લાઇ હેલ્થી રિસર્ચ ટીમ એક જાણકારી આપી હતી. કે વિન્ડો સીટ પર બેસતા યાત્રીને સંક્રમણનો ડર સૌથી ઓછો હોય છે. તે વોશરૂમ જતા આવતા લોકોના સૌથી ઓછા સંપર્કમાં આવે છે.