કોરોના વાયરસના વિકરાળ રૂપ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ભારતમાં વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. સોમવારે વેક્સિન મામલાની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ રશિયાની સ્પુતનિક વીને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે ભારતમાં આ વેક્સિનનો ઉપયોગ કરી શકાશે.
સૂત્રો પ્રમાણે સ્પુતનિક દ્વારા ટ્રાયલનો ડેટા રજૂ કરવામાં આવ્યો હતો, જેના આધારે તેને મંજૂરી મળી છે. પરંતુ આજે સાંજ સુધી સરકાર દ્વારા તેના પર સ્થિતિ સ્પષ્ટ કરી શકાય છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં સ્પુતનિક વી હૈદરાબાદની ડો. રેડ્ડી લેબ્સની સાથે મલી ટ્રાયલ કરી છે અને તેની સાથે પ્રોડક્શન ચાલી રહૃાું છે. તેવામાં વધુ એક વેક્સિનને મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેક્સિનની કમીને લઈને ફરિયાદો ઓછો થઈ શકે છે.
સ્પુતનિક દ્વારા ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગવામાં આવી હતી. તેવામાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી તરફથી સોમવારે આ વેક્સિનની મંજૂરી પર ચર્ચા થઈ હતી.
દેશમાં અત્યારે બે વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહૃાો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવૈક્સીનનો ભારતમાં ઉપયોગ કરવામાં આવી રહૃાો છે. જાણકારી પ્રમાણે ઓગસ્ટ સુધી ભારતમાં વધુ ૬ વેક્સિનને મંજૂરી મલી શકે છે, જેથી વધુ સંખ્યામાં ડોઝ તૈયાર કરી લોકોને બચાવી શકાય.