હવે માવો 15 રૂપીયામાં પડશે ખાઇને થુકશો તો 215માં પડશે

અમરેલી,રાજ્ય સરકારે આજે પાન માવા, બીડીની દુકાનોને પણ છુટ આપી દેતા અમરેલી જિલ્લાના કાળાબજારમાં લુંટાયેલા હજારો બંધાણીઓ હરખાય ગયા છે સોશ્યલ મિડીયામાં માવા ખાવાના મુર્હુતથી માંડી હવે માવો 15 રૂપીયામાં પડશે અને ખાઇને થુકશો તો 215માં પડશે તેવી કોમેન્ટો શરૂ થઇ ગઇ છે સાથે સાથે પાન માવામાં થતી તગડી કમાણીનો પણ અંત આવ્યો છે.