હવે મેચ રમવા ભારતને નહીં કઈએ, આઈસીસી જ કરશે વાત: પીસીબી

ભારત અને પાકિસ્તા વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ રમવા પાટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી અનેક વાર પ્રસ્તાવ મોકલનવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારત સરકારની મંજૂરી વગર કોઈ નિર્ણય લેવા માગતું નથી. પાકિસ્તાનની જમીનનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે કરાતો હોવાથી સરકારે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાની મંજૂરી આપી નથી. સતત પ્રયાસો બાદ પણ ભારત સાથેની પાકિસ્તાનની દ્વિપક્ષીય સીરિઝ રમવાની ઈચ્છા અધૂરી રહી ગઈ છે. આ અંગે ફરીથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અહેસાન મનીએ વાત કરી હતી. તેઓનું કહેવું છે કે, હવે આઈસીસીને આ અંગે વાત કરવી પડશે કેમ કે પીસીબી મેચ રમવા માટે વાત નહીં કરે. અહેસાન મનીએ કહૃાું કે,
બંને દૃેશો વચ્ચે સીરિઝ કરવવાને લ છેલ્લા ઘણા વર્ષોમાં બીસીસીઆઈની સાથે અનેક વખત ચર્ચા થઈ ચૂકી છે. ટી૨૦ હોય કે પછી દ્વિપક્ષીય સીરિઝ, તમામ નિર્ણય બીસીસીઆઈના હાથોમાં હતા. આ સમયે ભારત સાથે કોઈ ટી૨૦ લીગ રમવાનો મારો કોઈ ઈરાદો નથી. સૌથી પહેલાં તો તેઓને રાજનૈતિક સંબંધોને સુધારવા પડશે અને તે બાદ જ અમે વાત કરી શકીશું. અહેસાન મનીએ કહૃાું કે, હવે હું કોઈપણ રીતે દ્વિપક્ષીય સીરિઝ અંગે વાત નહીં કરું. હવે આ મામલે તેઓને કાંઈક કહેવું હશે તો તે કહેશે.
આઈસીસીનું સંવિધાન કહે છે કે, સરકારની કોઈ દખલગીરી હોવી જોઈએ નહીં. એટલે મને લાગે છે કે આઈસીસીને જ બીસીસીઆઈ સાથે આ અંગે વાત કરવી પડશે. મારી મિસ્ટર ડાલમિયા સાથે ઘણી વાતો થઈ, ફક્ત તેઓની સાથે જ નહીં શરદ પવાર અને માધવરાવ સિંધિયા સાથે પણ ચર્ચા થઈ હતી. અમારા બીસીસીઆઈ સાથે ખુબ જ સારા અને ખુલ્લા સંબંધો હતો. છેલ્લા ૧૨ વર્ષોમાં મેં જોયું કે આ સંબંધો હવે પહેલાં થયા કરતાં હતા તેવા રહૃાા નથી. હવે કોઈ ભરોસો નથી.