હવે ૪ સપ્તાહને બદલે ૮ સપ્તાહ બાદ આપવામાં આવશે બીજો ડોઝ

  • કોવિશીલ્ડ વેક્સિન અંગે સરકારની નવી ગાઇડલાઇન્સ

 

સરકારે એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રના નિર્દૃેશ અનુસાર, કોવિશીલ્ડના બંને ડોઝની વચ્ચે ઓછામાં ઓછું ૬થી ૮ અઠવાડિયાનું અંતર હોવું જોઈએ. હાલમાં બંને ડોઝ વચ્ચેનું ૨૮ દિવસનું અંતર હતું. કેન્દ્રએ સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય કોવેક્સિન પર લાગુ નહીં પડે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણય રાષ્ટ્રીય ટેક્નિકલ સલાહકાર ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI) અને વેક્સિનેશન નિષ્ણાત જૂથ દ્વારા હાલના રિસર્ચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ રાજ્ય સરકારોએ કરવો પડશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે જો વેક્સિનનો બીજો ડોઝ ૬થી ૮ સપ્તાહની વચ્ચે આપવામાં આવે તો એ વધુ અસરકારક સાબિત થશે.