હામાપુરના વધુ પાંચ લોકોનાં મોત : કુલ મરણાંક 44

  • એક પુરૂષનું હામાપુરમાં, એકનું બગસરામાં, 55 વર્ષના સ્ત્રીનું સુરતમાં અને એક સ્ત્રી અને પુરૂષના
    અમરેલી ખાતે અકાળે મૃત્યુ નીપજ્યા : જો કન્ટેઇનમેન્ટ ઝોન ન હોત તો સ્થિતી બેકાબુ હોત

બગસરા,
બગસરાના હામાપુરની કલેકટરશ્રી દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયુ છે અને તકેદારીના પગલા લેવાઇ રહયા છે પરંતુ તે પહેલા સંક્રમિત થયેલા લોકોને યમરાજા મુક્તા નથી આજે ગુરૂવારે એક જ દિવસમાં પાંચ લોકોના મૃત્યુ નીપજતા છેલ્લા એક માસમાં હામાપુરમાં મરણાંક 44 થયો છે.
આજે હામાપુર ખાતે 70 વર્ષના પુરૂષ, બગસરા સારવાર લઇ રહેલા 72 વર્ષના પુરૂષ અને સુરત ખસેડાયેલ 55 વર્ષના સ્ત્રી તથા અમરેલી સારવારમાં ખસેડાયેલ 65 વર્ષના સ્ત્રી અને 37 વર્ષના પુરૂષ એમ પાંચ લોકોના મૃત્યુ થયા છે.