હામાપુરની દુર્ઘટનામાં મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ ઉંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી

અમરેલી,
પોતાની કારકીર્દીની શરૂઆત વખતથી બગસરાનાં હામાપુર સાથે સંકળાયેલા કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાએ હામાપુરની દુર્ઘટનાની જાણ થતાં ટેલીફોન દ્વારા ઉંડા દુખની લાગણી વ્યક્ત કરી અને પરિવારને સાંત્વના પાઠવી હતી.
હામાપુરની હાઇસ્કુલમાં આચાર્ય તરીકે કારકીર્દીની શરૂઆત કરતા શ્રી પરસોતમભાઇ રૂપાલા આજે પણ હામાપુર સાથે આત્મીયતાથી જોડાયેલા છે આ બનાવની જાણ થતા તેમણે ખેડુત પરિવારને તાત્કાલીક વળતર મળે તેવી વ્યવસ્થા પણ કરાવી હતી