હામાપુરમાં એક જ દિવસમાં પાંચ ગ્રામજનોના મૃત્યુથી હાહાકાર

બગસરાનાં મામલતદાર, પોલીસ સ્ટાફ, ટીડીઓ ટીએચઓ સહિત અધિકારીઓ હામાપૂર પહોંચ્યા

સરકારનાં આરોગ્ય વિભાગના ધન્વંતરી રથ સાથેની ટીમ દ્વારા હામાપુરમાં દર્દીઓની સારવાર ચકાસણી

બગસરા,
અમરેલી જિલ્લાના ધાર, અકાળા અને આંબામાં થયેલા મૃત્યુના બનાવોની જેમ બગસરા તાલુકાના હામાપૂર ગામમાં પણ મંગળવારે બપોરથી રાત સુધીમાં ટપોટપ પાંચ લોકોના મૃત્યુ થયા હોવાનું અને 500થી વધુ લોકો થી તાવ શરદી ઉધરસની ઝપટમાં હોવાનું હામાપુરના સરપંચ કે.કે. થાવાણી એ જણાવ્યું છે તેમજ પોતે પણ તાવ અને શરદી ઉધરસની ઝપેટમાં હોઈ અને ગોંડલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી તો ઉપસરપંચ પણ તાવ અને શરદી ઉધરસની ઝપેટમાંછે તો એક સભ્ય રાજકોટ ખાતે કોરોના ની ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે જ્યારે પૂર્વ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ ધીરુભાઈ માયાણી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે હામાપૂરમાં વેકસીન આપ્યા બાદ 500થી વધુ લોકો બીમાર છે અને કોરોના ના હોઈ શકે અથવા કોઈ વાઇરલ ઇન્ફેકશન હોઈ આ ઘટના ઘટતા બગસરા મામલતદાર આઈ.એસ.તલાટ સહિત મામલતદાર ઓફીસ સ્ટાફ બગસરા તાલુકા ઓફિસર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમ ધનવંતરી રથ લઈ પહોંચી ગઈ હતી આ ઘટના અંગે ગામના અગ્રણી દલસુખભાઈ થાવાણી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે ગઈ કાલના એટલે મંગળવાર બપોર બાદ થી રાત સુધીમાં 5 લોકોના મૃત્યુ થયેલ છે જેમાં એક વ્યક્તિને કોરોનાની રસી લીધા બાદ મૃત્યુ થયા હોવા નું જણાવ્યું હતું જેમાં પાંચ વ્યક્તિ માંથી એક વ્યક્તિ નું શબ હજુ અમરેલી સિવિલમાં હોઈને શું કામ સોંપતા નથી તેવા પણ ગામ માંથી સવાલો ઉઠી રહ્યાછે તો જે પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે જે મનજીભાઈ વલ્લભભાઈ સાવલિયા ઉ.વ.62 ,પોપટભાઈ શામજીભાઈ બોરડ ઉ.વ.60,હકાભાઈ ગોર ઉ.વ.52,હંસાબેન હરેશભાઇ બાબરીયા ઉ.વ.72,વશરામભાઈ કલ્યાણભાઇ સાવલિયા ઉ.વ. 70,આમ બગસરા તાલુકાના હામાપુર માં વિસ્ફોટક સ્થિતિ જણાય રહી છે જો આ કોરોનાના કેસ હોઈ તો અત્યાર સુધી કેમ કોઈએ આ તરફ ધ્યાન ના આપ્યું ?
જેમાં પી.એચ.સીનો સ્ટાફ અત્યાર સુધી સુ કરી રહ્યો હતો અને જો વેકસીન આપ્યા બાદ પણ કોરોના ના લક્ષણો સામે આવે છે તેવું પણ જાણવા મળ્યું હતું અત્રે ઉલ્લેખનીય છેકે ગરમીની ૠતુ ચાલુ થઈ ગયછે અને માખી મચ્છરોનો ઉપદ્રવ પણ ફાટી નિકળ્યો છે ત્યારે હામાપુર ગામમાં ફોગીગ તેમજ દવાનો છટકાવ કરવામાં આવે તેવી પ્રબળ માગ પણ ઉઠીછે.
બગસરા તાલુકાના હામાપુર ગામે એકી સાથે 500 લોકો તાવ શરદી સહિતની બીમારીઓમા સપડાતાબગસરા તાલુકાના હામાપુર ગામે સ્વૈચ્છીક લોકડાઉન ચાર દિવસનું કર્યું છે જેમાં સવારના 7 થી 9 અને સાંજે 6 થી 8 ના સમય દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ના વેપારીઓ દુકાન ખોલશે બાકીઠંડા પીણાં કે પાન મસાલાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય સ્વયંભૂ ગામ લોકો દ્વારા કરવામાં આવેલ આ લોકડાઉન તા.07/04/2021 થી 10/04/2021 સુધી ચાલુ રહેશે જેમાં ગ્રામજનો એ બહાર ન નીકળવું તેવું પૂર્વ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ ધીરુભાઈ માયાણી દ્વારા જણાવ્યું છે તેમજ સરકાર શ્રીનીગાઈડ લાઈન મુજબ કોઈએ વગર માસ્ક પહેરે બહાર નીકળશે તો દંડ થશે તો સ્વસ્થ રહેવા આ લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરવા ગ્રામજનો દ્વારા વિનંતી કરેલ છે.