હામાપુરમાં દર્દીઓને પ્રોપર સારવાર મળી રહે તે માટે વહીવટી તંત્રને સૂચના આપતા સાંસદ શ્રી કાછડીયા 

અમરેલી,અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના હામાપુર ગામે પ00 થી વધુ ગ્રામજનો અચાનક બીમાર પડયાના સમાચાર સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને મળતા સાંસદશ્રીએ તાત્કાલીક હામાપુર ગામના આગેવાનો અને ચુંટાયેલ પ્રતિનિધિઓ સાથે વાત કરી પિરસ્થિતિનો તાગ મેળવ્યા હતો. આ અંગે સાંસદશ્રીએ તાત્કાલીક જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય અધિકારી સાથે ટેલીફોનીક વાત કરી હામાપુર ગામે તાત્કાલીક ઘર થી ઘર દરેક ગ્રામજનોની પ્રોપર તપાસ કરવા અને તેમને દદીઓને તાત્કાલીક યથાયોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા જરૂરી સૂચનાઓ આપેલ હતી.

આ તકે સાંસદશ્રીએ જણાવેલ  છે કે, કોરોના થી કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થવું એ તેમના પરીવારજનો માટે ખુબ જ દુ:ખદ હોય છે. આવા પિરવારજનો સાથે મારી સહાનુભુતિ છે. જે બનવાનું હતું તે બની ગયેલ છે ત્યારે મૃતકના પિરવારજનોને નમ્ર વિનંતી છે કે, આ કોરોના મહામારીમાં શક્ય હોય ત્યાં સુધી રૂબરૂ બેસણું ન રાખવુ કારણ કે, આપણને ખ્યાલ હોતો નથી કે આપણા દુ:ખમાં સહભાગી થનાર વ્યક્તિ સંક્રમિત છે કે નહી. ગામને અને આપણા પિરવારજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે શક્ય હોય ત્યાં સુધી ટેલીફોનીક બેસણું જ રાખવું જોઈએ તેવું મારૂ મંતવ્ય છે.હાલ કોરોનાએ પોતાની પેટન બદલેલ છે અને કોરોનાના લક્ષણો પણ બદલાયેલ છે ત્યારે આપણે સૌએ ખુબ જ સતક અને સાવચેત રહેવાની ખાસ જરૂર છે. આ માટે આપણે સૌ બહાર જતી વખતે ફરજીયાત માસ્ક પહેરીએ, વારંવાર હાથ ધોઈએ અને જે લોકોએ હજુ સુધી કોવીડ વેક્સીન લીધેલ નથી તેવા બાકી રહેલ લોકો સત્વરે વેક્સીનેશનનો લાભ લે જેથી આપણું શરીર કોરોના સામે લડવામાં વધુને વધુ સક્ષમ બની શકે.અમરેલી સંસદીય વિસ્તારના કોઈપણ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાય, તે અંગે કોઈપણ પ્રકારનો પ્રશ્ર્ન હોઈ કે સારવારમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો સાંસદ કાયાલય ( ટેલીફોન નં. 02792227878 અથવા મો. નં. 9429405060) ઉપર સંપક કરવા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સૌને અપીલ કરેલ છે.