હામાપુરમાં શુક્રવારે વધુ બે મોત : ચાર દિવસમાં મોતનો આંકડો અગીયાર થયો

  • 65 વર્ષના પુરૂષ અને 55 વર્ષના મહિલાના મોત નીપજતા હામાપુરમાં હાહાકાર : રેપીડમાં 3 પોઝિટિવ : નવા વાઘણીયામાં પણ 3 પોઝિટિવ 

બગસરા,
બગસરાના હામાપુરમાં મોતની છાયા મંડાઇ હોય તેમ ત્રણ દિવસમાં 9 ગ્રામજનોના મૃત્યુ નીપજ્યા બાદ આ સીલસીલો શરૂ રહયો છે હામાપુરમાં આજે શુક્રવારે વધ્ાુ બે મોત નીપજતા માત્ર ચાર દિવસમાં મોતનો આંકડો અગીયાર થયો છે.
આજે હામાપુરમાં 65 વર્ષના પ્રાગજીભાઇ માવજીભાઇ અને 55 વર્ષના નિમુબેન વિઠલભાઇ સાવલીયા નામના મહિલા દર્દીના મોત નીપજતા હામાપુરમાં હાહાકાર છવાયો છે આ ગામમાં શુક્રવારે થયેલા રેપીડ ટેસ્ટમાં 3 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા તથા બગસરાના નવા વાઘણીયામાં પણ 3 પોઝિટિવ દર્દીઓ મળ્યા છે.