હાર્દિકની પત્ની નતાશાએ પુત્ર અગત્સ્ય સાથે ક્યુટ ફોટો શેર કર્યા

મુંબઈ ઇન્ડિયન્સ અને ભારતીય ક્રિકેટ ટીમનો આક્રમક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે આઇપીએલની ટી૨૦ ક્રિકેટ મેચોમાં વ્યસ્ત છે અને તે અમિરાતના વિવિધ મેદાનો પર ધૂમ મચાવી રહૃાો છે. હાર્દિકે મુંબઈની ટીમ માટે કેટલીક અત્યંત આક્રમક ઇનીંગ્સ રમી હતી. આ તરફ તેની પત્ની નતાશા ભારતમાં તેના પુત્ર અગત્સ્ય સાથે આનંદની પળો માણી રહી છે. બોલિવૂડની એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકે ગયા વર્ષે હાર્દિક સાથે સગાઇ કરી હોવાના સમાચાર બાદ બંનેએ ક્યારે લગ્ન કરી લીધા તેની વાત બહાર આવી ન હતી
પરંતુ જુલાઈ મહિનામાં નતાશાએ પુત્રને જન્મ આપ્યો હતો. હાર્દિક અને નતાશાનો પુત્ર અગત્સ્ય હવે ત્રણ મહિનાનો થયો છે અને એ પ્રસંગે નતાશાએ તેના કેટલાક ફોટો શેર કર્યા છે. તેણે એક ખૂબસુરત ફોટો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. થોડા સમય અગાઉ નતાશાએ તેના પુત્ર સાથે એક વીડિયો પણ શૂટ કરાવ્યો હતો અને તેને પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. અગત્સ્ય પણ આ વીડિયોમાં મસ્તી કરી રહૃાો છે. આ વીડિયોને લોકેશ રાહુલ સહિત ઘણી હસ્તીઓએ લાઇક કર્યો હતો.