હાર્દિક પંડ્યાની આતુરતાથી રાહ જોઇ રહી છે માતા અને દીકરો: વીડિયો કર્યો શેર

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩ મી સીઝન અને ઓસ્ટ્રેલિયા સામેની બંને લિમિટેડ ઓવરની શ્રેણી ઘણી સારી રહી હતી. ઈજા બાદ હાર્દિકે સર્જરી અને ત્યારબાદ કોવિડ -૧૯ રોગચાળાને કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૃૂર રહેવું પડ્યું હતું. હાર્દિક હજી આ લાંબા વિરામ બાદ બોલિંગ કરી રહૃાો નથી. પંડ્યાએ આઈપીએલ અને ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર તેજસ્વી નિષ્ણાત બેટ્સમેનની ભૂમિકા ભજવી હતી. ઓગસ્ટથી તે તેમના પુત્ર અગસ્ત્ય અને પત્ની નતાશાને મળી શક્યો નથી અને તેમની સાથે સમય પસાર કરવામાં ઉત્સાહિત છે.
નતાશા અને અગસ્ત્ય પણ હાર્દિકની આતુરતાથી રાહ જોઈ રહૃાા છે. હાર્દિક ૨૧ ઓગસ્ટે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સાથે સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યો હતો. આઇપીએલ આ વર્ષે કોવિડ -૧૯ રોગચાળાને પગલે યુએઈમાં રમાયો હતો. કોવિડ -૧૯ રોગચાળાને લીધે, આજકાલ બાયો સિક્યોર એન્વાયર્નમેન્ટમાં ક્રિકેટ રમાઈ રહી છે. નતાશા અને અગસ્ત્ય તેની સાથે યુએઈ ગયા ન હતા. મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઇઝીએ જોકે ખેલાડીઓને પરિવારને સાથે રાખવાની મંજૂરી આપી હતી. નતાશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે, ‘હાર્દિક પંડ્યાની રાહ જુએ છે.
હાર્દિકને ઓસ્ટ્રેલિયા સામેની ટી -૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે કહૃાું હતું કે તે પુત્રને મળવા ઘરે પરત જવા માટે ઉત્સુક છે. હાર્દિક ટેસ્ટ ટીમનો ભાગ નથી. વન-ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ભારતને ૧-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ભારતે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી ૨-૧થી જીતી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર-ટેસ્ટ બોર્ડર-ગાવસ્કર શ્રેણી રમાવાની છે.