હાર માટે રાજસ્થાન રૉયલ્સના ટૉપ ઓર્ડર સીધે સીધુ જવાબદાર: બટલર

આઇપીએલ ૧૩માં રાજસ્થાનની બેટીંગ કંઇ ખાસ નથી કરી શકી. બેટ્સમેનો સતત નિષ્ફળ રહૃાાં છે, જેના કારણે છેલ્લી ત્રણ મેચોમાં રાજસ્થાન રૉયલ્સને હારનો સામનો કરવો પડ્યો છે. સતત મળી રહેલી હાર અને ગઇ કાલે મુંબઇ સામે મળેલી હારથી સ્ટાર બેટ્સમેન બટલર ગિન્નાયો છે. તેને હાર માટે રાજસ્થાન રૉયલ્સના ટૉપ ઓર્ડરને સીધે સીધુ જવાબદાર ગણી કાઢ્યુ છે. રાજસ્થાન રૉયલ્સને મુંબઇ ઇન્ડિયન્સ સામે ૫૭ રનોથી હારનો સામનો કરવો પડ્યો, આ મેચમાં જૉસ બટલર દમદાર ૭૦ રનની ઇનિંગ રમી, પરંતુ અંતે હાર મળી હતી. હારના કારણે ગુસ્સે ભરાયેલા બટલરે ટીમના ટૉપ ઓર્ડર પર હારનુ ઠીકરુ ફોડ્યુ છે. બટલરે કહૃાું કે, છેલ્લી ત્રણ મેચોમાં અમારા ટૉપ થ્રી બેટ્સમેનો સારુ પ્રદર્શન નથી કરી શક્યા, અમે ખાસ કરીને પાવરપ્લેમાં જ ત્રણ વિકેટો ગુમાવી દીધી, અને ટી૨૦માં આ રીતની સ્થિતિમાં તમે વધુ મેચો નથી જીતી શકતા. બટલરે કહૃાું – ખરેખરમાં મુંબઇએ સારી બૉલિંગ કરી, અને અમે ઇનિંગ ના સંભાળી શક્યા. એક બેટ્સમેન તરીકે જો તમે શરૂઆતમાં જ કમજોર થઇ જાઓ તો ટૉપ ક્રમના બેટ્સમેનો સારી રીતે બૉલરોનો સામનો નથી કરી શકતા. ઉલ્લેખનીય છે કે મુંબઇએ રૉયલ્સને ૧૯૪ રનોનુ વિશાળ લક્ષ્ય આપ્યુ હતુ, અને રાજસ્થાને માત્ર ૧૨ રનના સ્કૉરે શરૂઆત ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી, પરંતુ બટલરની ટકાઉ ઇનિંગે ટીમના સ્કૉરને ૧૩૬ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ખાસ વાત છે કે આઇપીએલ ૧૩માં રાજસ્થાન રૉયલ્સે શરૂઆતમાં બે મેચો જીતીને જીત સાથે પ્રારંભ કર્યો હતો, પરંતુ બાદમાં સતત ત્રણ હાર મળી હતી. હાલ રાજસ્થાન ટીમને વધુમાં વધુ જીતની જરૂર છે.