હાલમાં નવ ગ્રહમાં થી આઠ ગ્રહ બે-બે ની જોડીમાં બિરાજમાન છે

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ખર્ચ પર અંકુશ રાખવો,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

અગાઉ લખ્યા મુજબ સ્પોર્ટ્સ ફિલ્ડમાં ખેલાડીઓ વચ્ચે મતભેદ ચરમસીમાએ જોવા મળી રહ્યા છે, ક્રિકેટ જગતમાં વિરાટ કોહલી, ગાંગુલી અને રોહિત શર્મા વચ્ચે વિવાદ ચરમસીમાએ છે. હાલમાં ગોચર ગ્રહોની અલગ જ ભાત જોવા મળે છે. નવ ગ્રહમાં થી આઠ ગ્રહ બે બે ની જોડીમાં બિરાજમાન છે એટલે કે બે બે ગ્રહો ચાર જગ્યાએ યુતિમાં આવી રહ્યા છે. વૃષભ રાશિમાં ચંદ્ર રાહુ સાથે હોવાથી ગ્રહણ યોગ થઇ રહ્યો છે તો વૃશ્ચિક રાશિમાં મંગળ અને કેતુ સાથે છે જયારે ધન રાશિમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ થઇ રહ્યો છે જયારે મકર રાશિમાં શુક્ર, મિત્ર શનિ સાથે બિરાજમાન છે માત્ર ગુરુ મહારાજ કુંભ રાશિમાં એકલા છે. કોઈ પણ ગ્રહ જયારે કોઈ રાશિ માં એકલો બેસે ત્યારે તે રાશિને તે પોતાના મૂળભૂત ગુણધર્મ આપતો હોય છે જેમકે ગુરુ એકલા હોય ત્યારે તે કુંભમાં પોતાના કુદરતી ગુણ અર્પણ કરતા હોય છે જયારે યુતિમાં બેઠેલા ગ્રહોનું પરિણામ સંયુક્ત હોય છે જો બે મિત્ર ગ્રહ કે સમાન વિચાર ધરાવતા ગ્રહ સાથે હોય તો તેનું પરિણામ સારું આવે છે અને તે વ્યક્તિને તે વિચાર બાબતે મજબૂત કરે છે પણ વિરોધી વિચારધારાના ગ્રહ સાથે આવે તો તે વ્યક્તિમાં ઘણા વિરોધાભાસ ઉભા કરે છે હાલના ગોચર મુજબ જ વાત કરીએ તો સૂર્ય અને બુધ બુધાદિત્ય યોગ કરે છે જે વ્યક્તિને પોતાના ક્ષેત્રમાં આગળ લાવે છે અને લાઇમ લાઈટમાં લાવે છે કેમ કે ગુણધર્મની દ્રષ્ટિએ સૂર્ય અને બુધ એકબીજાના સહાયક બને છે જયારે ચંદ્ર અને રાહુ શત્રુ છે વળી તેમના ગુણધર્મમાં જમીન આસમાનનો ફર્ક છે માટે કોઈ વ્યક્તિની કુંડળીમાં જયારે આ રીતે ગ્રહણ યોગ થયો હોય ત્યારે તે વ્યક્તિના વિચાર અને વર્તનમાં ઘણો વિરોધાભાસ જોવા મળે છે.

  • રોહિત જીવાણી