હાલાર પંથકમાં ભાજપનું વાવાઝોડુ સર્જતા શ્રી પરશોતમભાઇ રૂપાલા

  • ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે ભાજપના સ્ટાર પ્રચારક દ્વારા વિજળીવેગી પ્રવાસ
  • જામનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા દેવભુમી દ્વારકામાં ગુજરાત મક્કમ, ભાજપ અડીખમના નારા સાથે વિકાસને વરેલા ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક શ્રી રૂપાલાનો ઝંઝાવાતી પ્રચાર-પ્રસાર : સાંસદશ્રી પુનમબહેન માડમ પણ જોડાયા

અમરેલી,
જામનગર જિલ્લા-તાલુકા પંચાયત ચુંટણી પ્રચાર અંતર્ગત, ફલ્લા ખાતે, કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોતમ રૂપાલા સાથે અલિયા, ખીમરાણા અને ખારવા જિ.પં. બેઠકો માટે, જનસભાને સંબોધન કરતી વખતે, ગ્રામ્ય જીવનસ્તરને વધુ ગરિમામય બનાવવા, ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા સૌ ગ્રામજનોને નમ્ર અપીલ કરી હતી સાંસદશ્રી પુનમબહેન માડમ પણ શ્રી રૂપાલાના પ્રવાસમાં જોડાયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા-તાલુકા પંચાયતની ચુંટણીના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોતમ રૂપાલા સાથે ભાણવડ તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પં. અને તા.પં.ની બેઠકો માટે ભાણવડ ખાતે યોજાયેલી જનસભામાં રાજ્ય અને કેન્દ્ર સરકારશ્રીના ગામડાઓના વિકાસ માટેના અનેકવિધ કાર્યો જણાવી, ગ્રામ્ય વિસ્તારોને હજુય સુવિધાસભર બનાવવા ભાજપના ઉમેદવારોને જંગી વિજય અપાવવા સૌ ગ્રામજનોને નમ્ર અનુરોધ કર્યો. તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત, ભાટીયામાં, કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોતમ રૂપાલા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઇ બેરા, ધારાસભ્ય શ્રી પબુભા માણેક સાથે, ભાટીયામા જનસભા સંબોધી, જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોના ભાજપના ઉમેદવારોને ઝળહળતો વિજય અપાવી, ગ્રામ્ય વિસ્તારના વણથંભ્યા વિકાસ ના સહયોગી બનવા સૌ મતદારોને નમ્ર અપીલ કરી હતી.