હાશ : યમરાજા ખાલી હાથે ગયા : એક પણ મોત નહી : કોરોનાનાં 26 કેસ

  • અમરેલી શહેરમાં 7 અને તાલુકામાં બીજા 5 મળી 12 કેસ : બીજા નંબરે સાવરકુંડલામાં 6 કેસ નોંધાયા

અમરેલી,
અમરેલીમાં આજે યમરાજાએ પોરો ખાધો છે અને કોરોનાનાં એક પણ દર્દીનું મૃત્યુ નથી થયુ પણ જિલ્લામાં કોરોનાનાં 26 કેસ નોંધાયા છે જેમાં અમરેલીનાં જેશીંગપરા, ચક્કરગઢ રોડ, જશોદાનગર, કલ્યાણનગર, ગંગાપાર્ક, રઘુવીર સોસાયટી, ઓમનગર, ઈશ્વરીયા, મોટા ભંડારીયા, જશવંતગઢ, લાલાવદર અને નવા ખીજડીયામાં કેસ નોંધાયા છે જ્યારે કુંડલાના હાથસણી રોડ, દેવળાબેટ, સાધના સોસાયટી, મોલડી, મોટા જીંજુડામાં 6 તથા બાબરામાં 2, ખારા, હરીપર, લાઠીમાં 2, ફાચરીયા અને ડેડાણમાં કેસ નોંધાયા છે.