હિના ખાનનું દિલ તૂટ્યુ? એક્ટ્રેસે ક્રિપ્ટિક પોસ્ટ કરી આપી દગાથી બચવાની સલાહ

’બિગ બોસ ૧૧’ ફેમ અને ટીવી એક્ટ્રેસ હિના ખાન ટીવીની પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. તેણી કરોડો લોકોને ઈન્સપાયર કરે છે. તેણીએ પોતાના કરિયરની શરુઆત ટીવી શો ’યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી કરી હતી. આ શોથી તેણીને ઘરે-ઘરે પોપ્યુલારિટી મળી છે. ત્યાર બાદ, તેણીએ અનફિલ્ટર્ડ ઈમેજ ’બિગ બોસ ૧૧’માં ભાગ લેતા જોવા મળી હતી. શોમાં તેણીએ પોતાને સાબિત કરવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ તેણીએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું. તે પોતાના સંબંધને જાળવી રાખવામાં વિશ્ર્વાસ કરે છે અને તેણી તે તૂટવાને લઈને ઇનસિક્યોર પણ રહે છે. હિના ખાને પોતાની ઈન્સ્ટાગ્રામમ સ્ટોરી પર એક ક્રિપ્ટિક પોસ્ટ કરી ફેન્સને હેરાન કરી દીધા છે. આ પોસ્ટથી એવું લાગે છે તેણીને દગો મળ્યો છે અને તેણીનું દિલ તૂટી ગયુ છે. હિનાએ આ પોસ્ટમાં લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. હિનાના ફેન્સે પણ તેને હલકામાં નથી લીધું. તેઓ હિનાની આ પોસ્ટ પર અલગ-અલગ પ્રકારની આશંકાઓ વ્યક્ત કરી રહૃાા છે. હિના ખાને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યુ, “જેણે તમને દગો આપવાના રસ્તામાં લાવીને ઉભા કરી દીધા છે, તેમની પરના આંધળાપણા માટે પોતાની જાતને માફ કરી દો. ક્યારેક-ક્યારેક સારું હ્રદય ખરાબ નથી દૃેખી શકતું…” તેણીએ આગળની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યુ, “વિશ્ર્વાસઘાત જ એકમાત્ર એવી વસ્તુ છે જે ચોંટી (હંમેશા યાદ રહે) જાય છે.” હિના ખાનની આ પોસ્ટે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર હંગામો મચાવી દીધો છે. તેણીના ફેન્સ ઈચ્છે છે કે તે આ વિષયમાં ખુલીને વાત કરે અને જણાવે કે ખરેખર શું થયું છે. એક ફેનએ લખ્યુ, “બધુ બરાબર છે, આશા રાખીએ કે બધું બરાબર જ હોય.” એક અન્ય ફેનએ લખ્યુ, “હિના ખાનને વધારે તાકાત મળે, બધું સુરક્ષિત રહેશે.” એક અન્ય ફેનએ લખ્યુ, “શું હિના ખાન કોઈ સમસ્યાનો સામનો કરી રહી છે? તેણી તૂટેલું દિલ કેમ પોસ્ટ કરી રહી છે.”