હિના ખાને પાર્ટીમાં અર્જુન બિજલાનીને  કહૃાું- આઈ લવ યુ

હિના ખાનનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહૃાો છે. આ વીડિયોમાં તે એક શખ્સ પર લખલૂંટ પ્રેમ વરસાવતી દેખાય છે. તમે વિચારી રહૃાા હશો કે આ તેનો બોય ફ્રેન્ડ વિક્કી હશે પરંતુ એવું નથી. હિના ખાન ટીવી એકટર અર્જુન બિજલાની પર પ્રેમ વરસાવતી દેખતી હતી. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે. વીડિયો જોતા તો હિના ખાનનું બ્રેકઅપ થઇ ગયું હોય એવું લાગે, પરંતુ હકીકત કંઇક જુદી છે. વાત એમ છે કે હિના ખાન એક પાર્ટીમાં ગઇ હતી. આ પાર્ટીમાં તેની સાથે તેનો મિત્ર અર્જુન બિજલાની પણ હતો. પાર્ટીમાંથી જ અર્જુને એક વીડિયો બનાવીને શેર કર્યો છે. આ વીડિયોમાં અર્જુન હિના ખાનને આઇ લવ યુ કહે છે. તેના પર હિના પણ રિએકટ કરતા આઇ લવ યુ ટુ કહે છે અને કિસ કરે છે. હવે તમે હેરાનના થશો તમે જેવું વિચારો છો તેવું બિલકુલ નથી. બંને બસ પાક્કા મિત્ર છે. હિના ખાન અને અર્જુન બંને વીડિયોમાં ફન મૂડમાં દેખાઇ રહૃાા છે અને સામે આવેલો વીડિયો પણ એક ફન જ છે. અર્જુન બિજલાનીના નેહા સ્વામી સાથે લગ્ન થઇ ગયા છે અને તેનો એક નાનકડો દીકરો પણ છે. તો હિના ખાન પણ પોતાના બોયફ્રેન્ડ વિક્કી જૈનની સાથે ખુશ છે.

આપને જણાવી દઇએ કે અર્જુન બિજલાનીના આ વીડિયોને અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ વખત જોવાઇ ચૂકયો છે. આ વીડિયોને શેર કરતાં અર્જુને એક હાર્ટ ઇમોજી બનાવ્યું છે. તો હિનાએ પણ આ વીડિયો પર કમેન્ટ કરીને અર્જુનને રિપ્લાય આપ્યો છે. હિના ખાને કમેન્ટમાં લખ્યું, ‘અવવવવવવ તુ સૌથી વધુ ક્યુટ છે, તને ઘણો બધો પ્રેમ મારા દોસ્તપતને જોઇ સારું લાગ્યું.