હિના ખાને વ્હાઇટ આઉટફિટ્સમાં પોસ્ટ કરેલા ફોટા ઝડપથી વાયરલ

ટીવી અભિનેત્રી હિના ખાન આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હિના ખાન ઘણી વખત જીમની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે અને કેટલીક વખત તેનું બોલ્ડ અને હોટ ફોટોશૂટ ચર્ચાનો વિષય બની રહે છે. આવી સ્થિતિમાં નાગિન અભિનેત્રી હિના ખાને ફરી એકવાર તેની કાતિલ સ્ટાઇલથી તમામને ઘાયલ કર્યા છે. હિના ખાને તેના સોશિયલ મીડિયા પર એક જબરદસ્ત ફોટોશૂટ પોસ્ટ કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહૃાો છે. ખરેખર, હિના ખાને વ્હાઇટ આઉટફિટ્સમાં કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે જે ઝડપથી વાયરલ થઈ રહૃાા છે અને આમાં હિના ખાન ખૂબ જ આકર્ષક લાગી રહી છે અને તેમા તેણી હોટ લાગી રહી છે.

આ તસવીરોમાં હિના ખાન જબરદસ્ત પોઝ આપતી જોવા મળી રહી છે. હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં હિના ખાન વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં તે પોતાનો પરફેક્ટ સ્લિમ અને ટોંડ ફિગર લોન્ટ કરતી જોવા મળી છે. ડીપ નેક આઉટફિટ્સમાં તેનો લૂક જોવાલાયક છે. આ શેર કરીને તેણે કેપ્શનમાં કંઇ લખ્યું નથી, ફક્ત એક ઇમોજી બનાવ્યો છે.

હિના ખાને ડ્રેસ સાથે હાઈ હીલ બેલી પહેરી હતી, જેના કારણે તે તેના લૂકને વધુ ડેશિંગ કરી રહી હતી. ઇન્સ્ટાગ્રામ પર હિના ખાન ક્યારેક તેના ટ્રેડિશનલ લૂકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં ધમાલ મચાવી રહી છે. હિના ખાનની આ તસવીરો પર તેના ચાહકો ખૂબ વખાણ કરી રહૃાા છે અને આ તસવીરો પર એક યૂઝરે લખ્યું છે, ‘હસીન. એક ઇન્સ્ટા યૂઝરે લખ્યું, ‘તમે મારા ક્રશ છો. એક યૂઝરે લખ્યું, ‘બ્યૂટી ઇન વ્હાઇટ. એક યૂઝરે લખ્યું , ‘આ રીતે તમારી તસવીરથી અમને પાગલ ન બનાવો.