- રોહતાંગ કાર્યક્રમમાં વડાપ્રધાનના સંપર્કમાં આવ્યા હતા સંક્રમિત મંત્રીઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પહેલા સાર્વજનિક કાર્યક્રમમાં હિમાચલ સરકારની મોટી ભૂલ થઈ છે. ૩ ઓક્ટોબરે અટલ ટનલ રોહતાંગના ઉદ્ધાટનના માટે પહોંચેલા પીએમ મોદીના સંપર્કમાં રહેલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને વનમંત્રી રાકેશ પઠાનિયા કોરોના પોઝિટિવ આવ્યા છે. કુલ્લુના બંજારના સાંસદ સુરેન્દ્ર શૌરીના પ્રાઈમરી કોન્ટેક્ટમાં હતા.
સ્વાસ્થ્ય વિભાગના શૌરીના કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ ટનલ ઉદ્ધાટન કાર્યક્રમના એક દિવસ પહેલાં એટલે કે ૨ ઓક્ટોબરે જ આવ્યા હતા. હિમાચલ સરકારની આ ભૂલે પીએમ મોદીસિવાય રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુર પર પણ કોરોનાનું સંકટ સર્જ્યું છે. પીએમ મોદીની સાથે મંચ શેર કરનારા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પોતાને આઈસોલેટ કર્યા છે.
તેઓએ કહૃાું કે તેમને શૌરીના પોઝિટિવ હોવાની જાણકારી ૩ ઓક્ટોબરે મળી હતી. પીએમ કાર્યાલયને આ માટેની જાણકારી અપાઈ ન હતી. જો કે અટલ ટનલ કાર્યક્રમ સમયે પીએમ મોદી સાથે નજીકથી વાત કરનારા વનમંત્રી રાકેશ પઠાનિયા પણ સંક્રમિત સાંસદના સંપર્કમાં આવ્યા હોવાથી આઈસોલેટ થયા છે.