હિસાબી કામગીરીને લઇ અમરેલી માર્કેટ યાર્ડ છ દિવસ બંધ રહેશે

અમરેલી જિલ્લામાં સૌથી મોટું માર્કેટ યાર્ડ અમરેલી શહેરમાં આવેલું છે માર્ચ એંડિગના કારણે હિસાબી કામગીરી શરૂ થશે. જેના કારણે માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા એક બેઠક બોલાવી નિર્ણય કર્યો છે ૨૫ માર્ચથી એક એપ્રિલ સુધી સંપૂર્ણ યાર્ડ બંધ રહેશે. જ્યારે હાલમાં માર્ચ એડીંગના કારણે હિસાબી કામગીરીના કારણે અગાવથી આજે જ નિર્ણય લેવામાં આવ્યો છે.

છ દિવસ માટે સંપૂર્ણ યાર્ડ બંધ રાખવું અને યાર્ડ દ્વારા જાહેર અપીલ કરાઇ છે. ખેતજણસોની હરાજી સહીત કામગીરી બંધ રહેશે જેથી છ દિવસ માટે તમામ ખીરીદી અને યાર્ડ બંધ છે તો ખેડૂતોએ ખાસ નોંધ લેવા માટે આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.