હીરા ઉદ્યોગમાં તેજી આવતા રફની ખરીદિ માટે ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂકરવાની ઉઠી માંગ

સુરત,

સુરતમાં ચાર મહિના બંધ રહેલું હીરાનું માર્કેટ ફરી શરૂ થયું છે. આ સ્થિતિમાં હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. જોકે, આ તેજીને બરકાર રાખવામાં એક સમસ્યા સામે આવી રહી છે. હાલમાં ભારતમાં કોરોનાના કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, તેવામાં હીરા ઉદ્યોગને તેજી પર લઈ જવા માટે રફ ડામંડની ખરીદિ કરવી આવશ્યક બને છે. જોકે, આ ખરીદિ આડે આંતરાષ્ટ્રીય લાઇટ્સનો પ્રતિબંધ નડી રહૃાો છે. આ મામલે જેમ્સ એન્ડ જ્વેલેરી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના રિજનલ વડા અને સુરતના જાણીતા ઉદ્યોગકાર દિૃનેશ નાવડિયાએ જણાવ્યું કે ’સુરતમાં જે પોલિસીંગની ઇન્ડસ્ટ્રી છે, તેના માટે રફ હીરાની આવક ખૂબ જરૂરી છે.
આ રફ હીરા ખરીદવા માટે વેપારીઓ જાતે જ સાઉથ આફ્રિકા, કેનેડા, બ્રસેલ્સ, રશિયા, બોટ્સવાના કે દુબઈ જતા હોય છે. નાવડિયાએ ઉમેર્યુ કે ’જે વેપારીઓ મોટા પાયે ધંધો કરે છે તેમની આતંરાષ્ટ્રીય બજારમાં ઓફિસ હોય છે, તેમના માટે સમસ્યા નથી પરંતુ એમએસએમઇ ચલાવતા વેપારીઓ જાતે જઈને ખરીદિ કરે છે. ચાર મહિના બંધ રહૃાા બાદ ખુલતાની સાથે જ હીરાનું બજાર સારૂં છે, આંતરાષ્ટ્રીય માર્કેટમાં ડીમાન્ડ પણ છે આથી સરકાર પાસે અમે આંતરાષ્ટ્રીય લાઇટ શરૂકરવાની માંગણી કરીએ છીએ.
ભારતમાં રો મટિરિયિલની ઉપલબ્ધતા ૦ ટકા જેટલી છે. વેપારીઓ સુરતથી આતંરાષ્ટ્રીય બજારોમાં જઈને પોતાની રીતે બાર્ગેિંનગ કરીને માલ ખરીદિ લાવતા હોય છે. વેપારીઓ દર મહિને જઈને પોતાનો મહિનોનો ક્વઋૉટા લઈ આવતા હોય છે. હીરા ઉદ્યોગની બેરોજગારીને દૂર કરવા માટે સરકારે આ નિર્ણય કરવો જરૂરી છે. નાવડિયાએ ઉમેર્યુ કે લાખોની સંખ્યામાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓએ આ મામલે માંગણી કરી છે અને સરકાર આ દિૃશામાં તાત્કાલિક પગલાં ભરે અને હીરા ઉદ્યોગને રફ ડાયમંડની ખરીદિ કરવા માટે જવાની વ્યવસ્થા કરાવે તેવી માંગ છે.