“હું”ના પ્રમુખની ચેતવણી  કોરોના બાદ દૃુનિયા બીજી મહામારી માટે તૈયાર રહે

  • દૃેશને હેલ્થ સિસ્ટમમાં વધારે રોકાણ કરવાની આપી સલાહ

વિશ્વ આરોગ્ય સંગઠનએ આખી દૃુનિયાને ચેતવણી આપી છે કે તેઓ બીજી મહામારી માટે તૈયાર રહે. કોરોના વાયરસના સંક્રમણ અને તેની અસરોને જોતા હું ના વડા ડૉ.ટેડ્રોસ અધનોમ ગ્રેબેસીસે સોમવારે મોડી સાંજે જણાવ્યું હતું. ટેડ્રોસે એમ પણ કહૃાું હતું કે દૃુનિયાભરના દૃેશોએ આગામી મહામારી પહેલા પબ્લિક હેલ્થમાં ઘણા પૈસાનું રોકાણ કરવું જોઇએ નહીં તો કોરોના જેવી સ્થિતિની આશંકા છે. ડૉ.ટેડ્રો સે કહૃાું કે નોવેલ કોરોનાવાયરસના લીધે ૨.૭૧ કરોડ લોકો સંક્રમિત થયા અને ૮.૮૮ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કોવિડ-૧૯ એ ફક્ત ડિસેમ્બર ૨૦૧૯ થી અત્યાર સુધીમાં વિશ્વની આ સ્થિતિ બનાવી છે. હજુ પણ ઘણા દૃેશોમાં તેની ભયાનકતા વધી રહી છે. તેને નિયંત્રિત કરવું મુશ્કેલ થતું દૃેખાઇ રહૃાું છે. હુંના પ્રમુખે જીનીવામાં એક પ્રેસ બ્રીફીંગ દરમ્યાન કહૃાું કે આ કોઇ છેલ્લી મહામારી નથી. ઇતિહાસ અનેક મહામારીઓનું સાક્ષી રહૃાું છે. આ મહામારીઓ જીવનની હકીકત છે.
આ સમાપ્ત થતી નથી. પરંતુ તેની પહેલાં કે દૃુનિયા બીજી મહામારી પર હુમલો કરે તેની પહેલાં આપણે સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઇએ. દૃુનિયાભરના દૃેશોને સંભવિત બીમારીઓ માટે રસી અને દવાઓ પર મળીને રિસર્ચ કરવું જોઈએ. જાહેર આરોગ્યમાં વધુને વધુ નાણાં રોકવા જોઇએ. રસી અને દવાઓના તાત્કાલિક ઉત્પાદન અને બજારમાં લાવવાની વ્યવસ્થા કરવી જોઇએ જેથી જ્યારે પણ કોઇ મહામારી ફેલાય તો તેને તરત જ કાબૂમાં કરી શકાય. હુંના એક એક્સપર્ટે સ્પષ્ટ કહૃાું છે કે આ વર્ષના અંત સુધીમાં કોઈ કોરોના વાયરસની રસી મળી શકશે નહીં. લોકોને આશા હતી કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી લોકોને મળી રહેશે. પરંતુ એ થશે નહીં. ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીથી યુરોપ, અમેરિકા, મેક્સિકો અને રશિયાને સૌથી વધુ અપેક્ષાઓ હતી.
ડબ્લ્યુએચઓના ઇમરજન્સી પ્રોગ્રામના વડા માઇક રિયાને જણાવ્યું હતું કે વિશ્વભરના રિસર્ચર્સ ખૂબ જ ઝડપથી કામ કરી રહૃાા છે. જેથી રસી બનાવી શકાય. પરંતુ આ વર્ષના અંત સુધીમાં આ રસી બજારમાં ઉપલબ્ધ થશે નહીં. માઇક રિયાને જણાવ્યું હતું કે જે પણ રસી આવશે તે આવતા વર્ષે એટલે કે ૨૦૨૧ના શરૂઆતના મહિનામાં આવશે. તેમણે વધુમાં કહૃાું કે અત્યારે દરરોજ કોરોનાના કેસ સામે આવી છે તે રેકોર્ડ તોડી રહૃાું છે. માઇક હાલમાં હુંની એ ટીમના વડા છે જે જોશે કે વિશ્વના તમામ દૃેશોને યોગ્ય સમયે રસી યોગ્ય માત્રામાં મળે. રિયાને કહૃાું કે અત્યારે વિશ્વભરના વૈજ્ઞાનિકો ઝડપથી રસી બનાવવામાં વ્યસ્ત છે. તેઓ શ્રેષ્ઠ કામ કરી રહૃાા છે.