હું અને સલમાન માત્ર મિત્રો છીએ બીજું કંઈ નહીં: કૈટરીના કૈફ

સલમાન ખાન અને કેટરીના કૈફ સહકલાકારની સાથે સાથે એક એક્સ કપલ પણ છે. બંનેની સાથે પહેલી ફિલ્મ મૈંને પ્યાર ક્યોં કિયા હતી. જેના પછી બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ફિલ્મ યુવરાજના સમયે પણ બંને રિલેશનશિપમાં હતા. જો કે કેટરીના અને સલમાન ખાને ક્યારેય આ વાતનો સ્વિકાર નથી કર્યો. તેના થોડા સમય પછી કૈટરીનાનો રણબીર કપૂર સાથે અફેર હતું. જેના પગલે કૈટરીનાએ સલમાન ખાસ સાથે સંબંધ ઓછો કરી દીધો. જ્યારે સલમાન અને કૈટરીના પાંચ વર્ષ પછી ફિલ્મ ટાઈગર જિંદા હૈ માં એક સાથે નજરે પડ્યા તો ચાહકોને લાગ્યું કે બંને હજુ પણ રિલેશનશિપમાં છે. હાલમાં જ કેટરીનાએ સલમાન અને તેના સંબંધ વિશે વાત કરી હતી. તેણે કહૃાું કે તે અને સલમાન માત્ર મિત્રો છીએ બીજું કંઈ નહીં.
કેટરીના કૈફે કહૃાું કે છેલ્લા ૧૬ વર્ષથી મારા અને સલમાન વચ્ચે મિત્રતા સિવાય બીજું કંઈ નથી. અમારી મિત્રતા સાચી છે અને તે એક સારો માણસ છે. તે મારી સાથે એ સમયે ઉભો રહૃાો જ્યારે મારે તેની જરૂરિયાત હતી. તે હંમેશા તમારા સંપર્કમાં નથી રહી શકતો. પરંતુ જરૂર પડે ત્યારે સલમાન પોતાના મિત્રોની બનતી તમામ મદદ કરે છે.
આઈફા એવોર્ડસ દરમિયાન કૈટરીના કૈફ દ્વારા ડાન્સ કરવામાં આવ્યો હતો. જે સમયે સલમાન ખુદને રોકી ન શક્યા અને ઉભા થઈને કૈટરીના કૈટરીના નારા લગાવવા લાગ્યો. એવોર્ડ શોમાં પ્રદર્શન માટે જેવુ કૈટરીના નામની જાહેરાત થઈ તરત જ સલમાન પોતાની સીટ ઉપરથી ઉભા થઈને તેના માટે સીટી વગાડવા લાગ્યો. આવુ કરતો સલમાન ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ.