હું રિકવર થઈ રહી છું, પરંતુ પ્રોસેસ ઘણી જ ધીમી છે: શિખા મલ્હોત્રા

શાહરુખ ખાનની ફિલ્મ ’ફૅન’માં જોવા મળેલી એક્ટ્રેસ શિખા મલ્હોત્રા મેજર સ્ટ્રોક તથા લકવાનો ભોગ બની છે. લકવાને કારણે તેના શરીરનો જમણો હિસ્સો વ્યવસ્થિત રીતે કામ કરતો નથી. તે પોતાનો હાથ અને પગ હલાવી શકતી નથી. હાલમાં જ એક ન્યૂઝ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં શિખાએ પોતાની તબિયત અંગે વાત કરી હતી. તેણે કહૃાું હતું કે તે ઠીક થઈ રહી છે, પરંતુ આ પ્રોસેસ ઘણી જ સ્લો છે. તેને ખ્યાલ નથી કે તે ક્યારેય ઠીકથી ચાલી શકશે. ઈન્ટરવ્યૂ દરમિયાન શિખાએ પોતાની પરિસ્થિતિ અંગે કહૃાું હતું, હું જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છું અને આ સમયે તમામનો સપોર્ટ ઈચ્છું છું.
મને મારા કામ પ્રત્યે ઘણી જ ધગશ છે અને ઓડિયન્સનો થોડો સપોર્ટ માગું છું. મારી તબિયત સુધારા પર છે, પરંતુ પ્રોસેર ઘણી જ સ્લો છે. મને ખ્યાલ નથી કે હું બીજીવાર ક્યારે ચાલી શકીશ. શિખાએ આગળ કહૃાું હતું, ’હું મારા શરીરથી લાચાર છું પરંતુ જ્યારે પણ હું ફિલ્મ ’કાંચલી’ અંગે વિચારું છું તો મારું મન નાચી ઊઠે છે.
મોટાભાગના લોકોને આ ફિલ્મ રિલીઝ અંગે ખબર નથી. ઉલ્લેખનીય છે કે ૧૦ ડિસેમ્બરના રોજ શિખાને મેજર સ્ટ્રોક આવ્યો હતો. તેને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પછી તેને કેઈએમ હોસ્પિટલમાં શિટ કરવામાં આવી હતી. શિખાએ હોસ્પિટલમાંથી માતા સાથેની તસવીર પણ શૅર કરી હતી.