હું વ્યાસપીઠ પરથી કંઈ ખોટું બોલ્યો હોય તો મારો હરિ મતે કહેત-મોરારિ બાપુ

  • રામકથાકાર મોરારિ બાપુએ ફરી એકવાર કૃષ્ણ અંગે કરેલી ટીપ્પણીને લઈને વિવાદમાં

    જૂનાગઢમાં રામકથામાં મોરારિ બાપુએ ફરી એક નિવેદન આપ્યું છે. મોરારિ બાપુએ કહૃાું કે હું વ્યાસપીઠ પરથી બોલ્યો તે ખોટું હોય તો હરિ કહેશે. હું ખોટું હોલ્યો હોઉ તો વ્યાસપીઠ પરથી તરત જ ઉતરી જઈશ. કોઈ વ્યક્તિ બિયર પીને જે-તે લખે કે બોલે એનું ધ્યાનમાં ન લો. તમને જણાવી દઈએ કે જૂન ૨૦૨૦માં ભગવાન કૃષ્ણ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. જેમાં મોરારિ બાપુએ ભગવાન કૃષ્ણને અસફળ વ્યક્તિ ગણાવ્યા હતા.
    અને ભગવાનના પરિવારજનો દારૂમાં ભાન ભૂલ્યા હોવાનું કહૃાું હતું. આ મામલે મોરારિ બાપુનો ઠેર ઠેર વિરોધ પણ થયો હતો. કૃષ્ણ સમર્થકો મોરારિ બાપુના વિરોધમાં ઉતર્યા હતા અને આખરે ૧૨ દિવસ બાદ મોરારિ બાપુએ દ્રારકાધીશ મંદિરે જઈને માફી માગી હતી. ટિપ્પણીના કારણે રોષે ભરાયેલા પબુભા માણેકે પણ મોરારિ બાપુ પર હુમલો કર્યો હતો.