હૃાુમન વેક્સીનના ટ્રાયલ માટે ૧૧૨૫ સેમ્પલ લેવાયા

 • કોરોના વેક્સીનનો હૃાુમન ટ્રાયલ ત્રણ તબક્કામાં થશે
 • કોરોનાની મહામારીને નાથવા માટે ‘કોવાક્સિન વેક્સીનથી ટૂંક સમયમાં જ ડોક્ટર્સના હાથમાં આવી જશે
  દૃુનિયામાં એક કરોડ ૪૬ લાખથી વધુ લોકો કોરોનાની અડફેટે આવી ગયા છે, જ્યારે ભારતમાં આ આંકડો ૧૧ લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા છ મહિનાથી કોરોનાએ સમગ્ર દૃુનિયા પર પોતાનો પ્રકોપ મચાવી રાખ્યો છે. કોરોનાના આ કહેરમાંથી હવે તો ફક્ત તેની રસી જ છૂટકારો અપાવી શકે છે. આજથી કો-વેક્સીન નામની સ્વદૃેશી વેક્સીનનું હૃાૂમન ટ્રાયલ શરૂ થશે.
  ભારતમાં વિકસાવવામાં આવેલી પહેલી સ્વદૃેશી વેક્સીનનું નામ ‘કોવાક્સિન છે. આશા રખાઈ રહી છે કે કોરોનાની મહામારીને નાથવા માટે ‘કોવાક્સિન વેક્સીનથી ટૂંક સમયમાં જ ડોક્ટર્સના હાથમાં આવી જશે. ‘કોવાક્સિનના પહેલા અને બીજા તબક્કાના ક્લીનિકલ ટેસ્ટને પરવાનગી આપી દૃેવામાં આવી છે. આઈસીએમઆર અને ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડે સાથે મળીને ‘કોવાક્સિન વેક્સીનને તૈયાર કરી છે જેનું આજથી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં હૃાૂમન ટ્રાયલ શરૂ થઈ જશે. દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદૃીપ ગુલેરિયાએ કહૃાું કે, દૃેશમાં વિકસિત રસી હૃાુમન ટ્રાયલની મંજૂરી બાદ ૧૧૨૫ સેમ્પલ લેવામાં આવ્યા છે. પ્રથમ ચરણમાં ૩૭૫ લોકો પર જેમને કો-મોરબિડિટી નથી, બીજા ચરણમાં ૧૨-૬૫ વર્ષના ૭૫૦ લોકો પર ટ્રાયલ કરવામાં આવશે. કોરોના વેક્સીન ‘કોવાક્સિનનું હૃાૂમન ટ્રાયલ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ સહિત દૃેશના અલગ-અલગ કુલ ૧૨ સેન્ટર્સ પર થઈ રહૃાું છે. જેમાંથી ૧૦૦ લોકોનો ટેસ્ટ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં થશે.
  રણદૃીપ ગુલેરિયાએ કહૃાું કે તેના કુલ ત્રણ ટ્રાયલ કરાશે. પ્રથમ ચરણમાં એ ટ્રાઇ કરાશે કે આ કેટલી સલામત છે. બીજા ચરણમાં તેનો કેટલો ડોઝ હોવો જોઈએ અને ત્રીજા ચરણમાં તેનો ટ્રાયલ વ્યાપક સ્તરે કરાશે. ગુલેરિયાએ કહૃાું કે હજુ એ
  વાતના કોઈ પુરાવા નથી કે રાષ્ટ્રીય સ્તર પર કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહૃાું છે. પરંતુ હોટસ્પોટ્સ છે, અહીંયા સુધી કે એ શહેરોમાં જ્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહૃાા છે અને વધુ શક્યતા છે એ ક્ષેત્રોમાં લોકલ ટ્રાન્સમિશન થઈ રહૃાું છે. એઇમ્સના ડાયરેક્ટરે કહૃાું કે વેક્સીનની સાથે એક કંટ્રોલ આર્મ પણ હશે, જેને મેડિકલ ટર્મિનોલોજીમાં પ્લેસિબો કહેવાય છે. કેટલાક લોકોને વેક્સીન અપાશે અને કેટલાકને કંટ્રોલને. બંનેમાં ઈમ્યુનોજેનિટીનું અંતર તપાસવામાં આવશે, આ ટ્રાયલ એઇમ્સમાં થશે.
  નોંધનીય છે કે જે લોકો પર કોરોનાની આ વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવશે તેમનો સૌથી પહેલા કોરોનાનો ટેસ્ટ થશે. આ ઉપરાંત લોહી, લીવર, બીપી અને કિડની સહિતના તમામ ટેસ્ટમાં સ્વસ્થ્ય હશે તેવા જ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. માનવામાં આવી રહૃાું છે કે ખૂબ જ ટૂંક સમયમાં આ વેક્સીન માર્કેટમાં આવી જશે અને દૃુનિયાભરમાં કોરોનાની વેક્સીન બનાવવાની રેસમાં ભારત અવ્વલ સાબિત થશે.