હેલીકૉપટર ક્રેશ થવાની અનેક ઘટનાઓ બનવા પામી છે

તા. ૨૦.૧૦.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ આસો વદ દશમ, આશ્લેષા   નક્ષત્ર, શુભ   યોગ, બવ   કરણ આજે  સવારે ૧૦.૩૦ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ કર્ક (ડ,હ) ત્યારબાદ સિંહ (મ,ટ) .

મેષ (અ,લ,ઈ) : સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) :  તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક  રહે.
મિથુન (ક,છ,ઘ) :  નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ)       : આર્થિક આયોજન કરી શકો,મનોમંથન  કરી શકો.
સિંહ (મ,ટ) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા  થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.
વૃશ્ચિક (ન ,ય) :  કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ  દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર  સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) :  વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો.
મીન (દ,ચ,ઝ,થ): હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ હેલીકૉપટર ક્રેશ થવાની અનેક ઘટનાઓ બનવા પામી છે. આ સમયમાં મંગળ અને શનિ ષડાષ્ટક યોગમાં છે વળી ૨૫ ઓક્ટોબરે આવી રહેલા ગ્રહણ સમયે સૂર્ય,ચંદ્ર અને શુક્ર કેતુની અસરમાં છે જે આગામી દિવસોને મહત્વના બનાવે છે અને આ સમયમાં રશિયા યુક્રેન વચ્ચે વધુ ને વધુ લશ્કરી  કાર્યવાહીઓ જોવા મળે. શનિ અને મંગળનો ષડાષ્ટક યોગ અને આવી રહેલા બે ગ્રહણ નવા વર્ષની પૂર્વ સંધ્યા પર અસર પાડી રહ્યા છે જે વિક્રમ સંવંત ૨૦૭૯માં અનેક નવા ઘટનાક્રમને જન્મ આપે છે જો કે આ યુતિમાં બુધ મહારાજ  આવતીકાલે શુક્રવારને રમા એકાદશી છે . આસો મહીનામાં કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી દિવાળીનાં તહેવાર અગાઉ આવે છે. આ એકાદશીનુ મહત્વ  વિશેષ હોય છે કારણ કે ચર્તુમાસની અંતિમ એકાદશી હોય છે. રમા એકાદશી પરમાત્માની પ્રિય એકાદશી છે આ દિવસે  ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મી દેવીની પૂજાનું પણ વિધાન છે. શનિવારે ધનતેરસ આવી રહી છે ધન તેરસ પર અગાઉ લખ્યા મુજબ માતા લક્ષ્મીજી ને જ યાદ નથી કરવાના પરંતુ સાથે સાથે આરોગ્યના દેવ ભગવાન ધન્વંતરિની પણ જયંતિ છે માટે આ દિવસે દીર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે  ભગવાન ધન્વંતરિની પૂજા અને હવન પણ કરવા જોઈએ.