હે ઇશ્ર્વર હજુ પણ કંઇ ઉપાધી બાકી હોય તો મોકલી દે અમે હિંમતથી મુકાબલો કરશુ : ડો. કાનાબાર

ઓછા માર્કસ આપીશ તો ચાલશે પણ તારી શાળામાંથી અમને ડીસમીસ કરતો નહી : ડો. કાનાબારની ટ્વીટ

અમરેલી,કોરોનાની ઘાતકતાએ કોરોના વોરીયર્સ એવા ડો. કાનાબારને હચમચાવ્યા છે જ્યોતિષીઓને દુકાનદાર ગણતા અર્ધા નાસ્તીક એવા ડો. કાનાબારે પોતાની ટ્વીટમાં હે ઇશ્ર્વર હજુ પણ કંઇ ઉપાધી બાકી હોય તો મોકલી દે અમે હિંમતથી મુકાબલો કરશુ અને ઓછા માર્કસ આપીશ તો ચાલશે પણ તારી શાળામાંથી અમને ડીસમીસ કરતો નહી તે મતલબની પ્રાર્થના કરતા લોકોને કોરોનાની ગંભીરતા સમજાય છે.