’હૉકીના જાદૃુગર’ મેજર ધ્યાનચંદના જીવન પર બનશે બાયોપિક

વર્ષ ૧૯૭૫ વિશ્વ કપ વિજેતા હૉકી ટીમના પ્રમુખ સભ્ય અશોક કુમારે કહૃાું હતું કે, તેમના પિતા અને હૉકીના જાદૃુગર મેજર ધ્યાનચંદના જીવન પર એક બાયોપિક ફિલ્મ બનવા જઇ રહી છે.
મેજર ધ્યાનચંદના જીવન પર બાયોપિકને લઇને ૨૦૧૨ માં પણ તેના પુત્ર અશોક કુમાર સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. ફિલ્મ પર હસ્તાક્ષર થવા છતાં અમુક કારણોને લઇ આ ફિલ્મ બની શકી ન હતી.
હવે પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલાના આરએસવીપી મૂવીઝે જાહેરાત કરી હતી કે, તે ધ્યાનચંદના જીવન પર બાયોપિક બનાવશે. પ્રેમનાથ રાજગોપાલનની સાથે સહ-નિર્માતાના રુપે હૉકીના દિગ્ગજ ધ્યાનચંદની સ્ટોરી મોટા પરદા પર લાવવા માટે રોની સ્ક્રૂવાલા અને ડિરેક્ટર અભિષેક ચોબે ફરીથી સાથે કામ કરી રહૃાા છે.
અશોક કુમારે કહૃાું કે, ’જ્યારે હું ભોપાલમાં પોતાના કોચિંગ સ્ટાઇનમેન્ટ પર હતો, ત્યારે રોહિત વૈદૃે મને મારા પિતા પર એક ફિલ્મ બનાવવાની ઇચ્છા સાથે સંપર્ક કર્યો હતો. મેં તેમને એશબાગ સ્ટેડિયમમાં પહેલીવાર મુલાકાત કરી હતી. મેં પરિવાર સાથે વાત કરી અને તે ખુશ હતા કે, ધ્યાનચંદના જીવન પર ફિલ્મ બનશે.’