હોટેલ એન્જલમાં આજે “ભયલો મારો લાડકવાયો’’ આલ્બમનું લોન્ચીંગ

  • આજે સવારે 11:30 કલાકે હોટલ એન્જલમાં અમરેલીનાં ચાઇલ્ડ એકટર વિહાન સોજીત્રા અને ઉર્વા ગોંડલીયાનું સ્પેશ્યલ સોંગ વિડીયો આલ્બમ રીલીઝ થશે
  • ગાયક કલાકાર હિમાંશુભાઇ રાવળ, હેતલ બગડા તથા ધર્મેશ પંડયા, વિજય જોષી, ભાવેશ વાઘેલાના મ્યુઝીક સાથે મમતા સોની અને સૌરભ રાજ્યગુરૂ દ્વારા સોંગ લોન્ચીંગ

અમરેલી,
ગણતરીના દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહયો છે ત્યારે આજે સવારે 11:30 કલાકે અમરેલીની વિખ્યાત હોટલ એન્જલમાં રક્ષાબંધનનું સ્પેશ્યલ સોંગ રીલીઝ થનાર હોવાનું જાણવા મળેલ છે.
અમરેલીના ચાઇલ્ડ એકટર વિહાન સોજીત્રા અને ઉર્વા ગોંડલીયાનું આલ્બમ “”ભયલો મારો લાડકવાયો’’નું આજે ભવ્ય લોન્ચીંગ થશે જેમાં ગાયક કલાકાર હિમાંશુભાઇ રાવળ, હેતલ બગડા છે તથા ધર્મેશ પંડયા, વિજય જોષી, ભાવેશ વાઘેલાના મ્યુઝીક સાથે મમતા સોની અને સૌરભ રાજ્યગુરૂ દ્વારા સોંગ લોન્ચીંગ થઇ રહયું છે અમરેલીમાં સૌ પ્રથમ વખત જ બાળ કલાકારનું પ્રસંગને અનુરૂપ આલ્બમ સોંગ આવી રહયુ હોય સૌની નજર તેના લોન્ચીંગ ઉપર અને આલ્બમ ઉપર મંડાય છે.