હોટેલ રૂમ-ધોની વિવાદ વિશે રૈનાએ કહૃાું- આ માત્ર ઉપજાવી કાઢેલી અફવા છે

સુરેશ રૈના છેલ્લા કેટલાય દિવસોથી સતત ચર્ચામાં રહે છે. પોતાના સંન્યાસથી લઈ ઈન્ડિયન પ્રીમિયર લીગથી બહાર થવા સુધી રૈના સતત ન્યુઝમાં છવાયેલો રહે છે. આઈપીએલની આ સિઝનમાં ન રમવાને લઈ અનેક સવાલો ઉઠી રહૃાા છે. પણ આ મામલે પહેલીવાર સુરેશ રૈનાએ ચુપ્પી તોડી છે. રૈનાએ તેના બહાર થવાની અટકળો પર હવે વિરામ લગાવી દીધો છે. સુરેશ રૈનાએ આઈપીએલ છોડીને ચલાવવામાં આવતી ખોટી અફવાઓ ફેલાવનાર લોકોની આકરી ટીકા કરી છે. તેમાં એક ખબર એ છે કે રૈના હોટેલના રૂમને લઈ ખુશ ન હતો અને તે કારણે પરત ફર્યો છે. આ અફવાને લઈ રૈનાએ કહૃાું કે,
આ ઉપજાવી કાઢેલી પ્લાન્ટેડ અફવા છે. રૈનાએ કહૃાું કે, આવા લોકો તેમને કે ફ્રેન્ચાઈઝીને સફળ થતાં જોવા માગતા નથી. એક ટીવી ઈન્ટરવ્યુમાં રૈનાએ કહૃાું કે, આ તમામ ઉપજાવી કાઢેલી ખબરો છે. જે લોકો મને જાણે છે તેઓને ખબર છે કે આ ખબરો ખોટી છે. આ એવા લોકો છે કે જે મને કે ચેન્નાઈ સુપર કિંગ્સને સફળ થતાં જોવા માગતા નથી. જ્યારે ધોની અને સીએસકેના માલિક શ્રીનિવાસન સાથે વિવાદની ખબરને લઈ રૈનાએ કહૃાું કે,
સીએસકે મારા માટે પરિવારની જેમ છે. શ્રીનિ સરે જે કાંઈપણ કહૃાું તેને ખોટા અર્થમાં લેવામાં આવ્યું. તે મારા માટે પિતાની જેમ છે. તો દૃુબઈ છોડી સ્વદૃેશ પરત ફરવા અંગે રૈનાએ કહૃાું કે, હું અંગત કારણોથી પરત ફર્યો છું. મને મારા પરિવાર માટે પાછા આવવાનું હતું. થોડું જરૂરી કામ હતું જેના પર તરત જ ધ્યાન આપવું જરૂરી હતું. ચેન્નાઈ મારા માટે પરિવારની જેમ છે અને માહી ભાઈ મારા માટે ખુબ જ જરૂરી છે અને પરત આવવું મુશ્કેલ છે. પણ મારે પરિવાર માટે પાછું આવવાનું હતું.