હોરર ફિલ્મોના રાજા ગણાતા રામસે બ્રધર્સમાંના એક કુમાર રામસેનું થયું નિધન

૮૦ અને ૯૦ ના દૃાયકામાં હોરર ફિલ્મોના રાજા ગણાતા રામસે બ્રધર્સમાંના એક કુમાર રામસેનું નિધન થયું છે. કુમાર રામસે ૮૫ વર્ષની વયે અવસાન પામ્યા છે. સો.મીડિયા કુમાર રામસેને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ચાહકો તેમના દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોને યાદ કરી રહૃાા છે.

આ અગાઉ ૨૦૧૯માં, રામસે બ્રધર્સમાંના એક શ્યામ રામસેનું ૬૭ વર્ષની વયે અવસાન થયું હતું. શ્યામ રામસેના સાત ભાઈઓ હતા. તે બધાને રામસે બ્રધર્સ તરીકે ઓળખવામાં આવે છે. કુમાર રામસે, કેશુ રામસે, તુલસી રામસે, કરણ રામસે, શ્યામ રામસે, ગંગુ રામસે અને અર્જુન રામસે.

કુમાર રામસેના પુત્ર ગોપાલ રામસેએ મીડિયાને તેમના પિતાના મોતની પુષ્ટિ કરતા કહૃાું, “આજે સવારે ૫.૩૦ વાગ્યે પાપાને ઊંઘમાં હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું. તેઓ ૮૫ વર્ષના હતા અને તેમને કોઈ બીમારી ન હતી.” કુમાર રામસેના અંતિમ સંસ્કાર પણ બપોરે ૧૨ વાગ્યે પવઈમાં કરવામાં આવશે.

કુમાર રામસે તેના ૬ ભાઈઓ સાથે મળીને ’રામસે બ્રધર્સ’ દ્વારા બનાવેલી ૨૫ થી વધુ હોરર ફિલ્મ્સ બનાવી હતી. એટલું જ નહીં, કુમાર રામસે ’રામસે બ્રધર્સ’ ના બેનર હેઠળ બનેલી બધી હોરર ફિલ્મોના લેખક પણ હતા. તેમાં ૧૯૮૯ માં આવેલી ફિલ્મ ખોજ શામેલ છે, જેમાં અભિનેતા ઋષિ કપૂર અને નસીરુદ્દીન શાહ મુખ્ય ભૂમિકામાં હતા.

’રામસે બ્રધર્સ’ દ્વારા બનાવેલી મોટાભાગની ફિલ્મો બી ગ્રેડની હોરર ફિલ્મ્સ હતી, પરંતુ આ દરમિયાનની ઘણી ફિલ્મોએ તે સમયગાળા દરમિયાન બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું હતું.