૧૦૪ દિવસ પછી મુંબઈમાં ફુલ સિક્યોરિટી સાથે કંગનાનું કમબેક

એક્ટ્રેસ કંગના રનૌત લાંબા બ્રેક પછી તેના ઘર મનાલીથી મુંબઈ પરત ફરી છે. કંગના તેની બહેન રંગોલી અને ભત્રીજા પૃથ્વીરાજ સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઇ. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહૃાો છે. વીડિયોમાં કંગના સાથે ઘણા સિક્યોરિટી ગાર્ડ્સ પણ હાજર હતા. કંગના ૧૦૪ દિવસ પછી મુંબઈ પરત ફરી છે. આ પહેલાં શિવસેના સાથેના વિવાદને કારણે કંગના ૯ સપ્ટેમ્બરે મુંબઈ પહોંચી હતી.

પાંચ દિવસ મુંબઈમાં રહૃાા પછી તે ૧૪ સપ્ટેમ્બરે તેના હોમટાઉન મનાલી રવાના થઇ ગઈ હતી. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી કંગના તેના ઘણા કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં હતી. તેણે એક સ્ટેટમેન્ટમાં મુંબઈની સરખામણી ર્ઁં સાથે કરતા કહૃાું હતું કે તે હવે અહીંયા સેફ ફીલ નથી કરતી. તેના સ્ટેટમેન્ટ પર શિવસેનાના નેતા સંજય રાઉત અને મુંબઈના ઘણા લોકો ભડક્યા હતા. કંગનાને મુંબઈ પરત ન ફરવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ તે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી વાય-પ્લસ સિક્યોરિટી સાથે ૯ સપ્ટેમ્બરે પાંચ દિવસ માટે મુંબઈ આવી હતી.