૧૦ દિૃવસના વિરામ બાદ અમદાવાદ માં ધોધમાર વરસાદ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદ ,
અમદૃાવાદૃમાં આજે બપોર બાદૃ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. અનેક દિૃવસોથી ભારે ઉકળાટ બાદૃ આજે અમદૃાવાદૃમાં મેઘરાજાનું આગમન થયું હતું. અને અમદૃાવાદૃના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદૃ વરસ્યો હતો. વરસાદૃ વરસતાં અનેક દિૃવસોથી ભારે બફારાનો સામનો કરતાં અમદૃાવાદૃીઓમાં આનંદૃની લાગણી પ્રસરી ગઈ હતી.
અમદૃાવાદૃના અમરાઈવાડી, ઘોડાસર, ઈસનુપર, પાલડી, શાહીબાગ, નારણપુરા, ધરણીધર, નહેરૂનગર, ખોખરા, હાટકેશ્ર્વર, વટવા, નિકોલ, નરોડા, વસ્ત્રાલ, એસજી હાઈવે સહિતનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદૃ વરસ્યો હતો.
અમદૃાવાદૃમાં પવન અને વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદૃ તૂટી પડ્યો હતો. તે અગાઉ શહેરમાં કાળા ડિબાંગ વાદૃળો છવાયેલાં હતા. અને એકાએક ભારે વરસાદૃ તૂટી પડ્યો હતો. ઓિંચતો ધોધમાર વરસાદૃ આવી જતાં બહાર નીકળેલાં અમદૃાવાદૃીઓએ ઝાડ અને બસ સ્ટેન્ડ નીચે આશરો લીધો હતો. ભારે વરસાદૃને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો આવ્યો હતો.
પાલડી, રખિયાલ, વટવા, દૃુધેશ્ર્વરમાં દૃોઢ ઈંચ વરસાદૃ વરસ્યો હતો. તો ચાંદૃલોડિયામાં સવા ઈંચ વરસાદૃ, ઓઢવ, ઉસ્માનપુરામાં એક ઈંચ વરસાદૃ, સરખેજ, મણિનગરમાં પણ એક ઈંચ વરસાદૃ અને વિરાટનગરમાં ૦.૭૫ ઈંચ વરસાદૃ ખાબક્યો હતો.
અમદૃાવાદૃ પૂર્વના ઠક્કરબાપાનગર, નિકોલ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદૃના પગલે પાણી ભરાયા હતા. જેના કારણે વિસ્તારમાંથી પસાર થતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.