૧૫ ઓગસ્ટના દિવસે ખેડૂતોને એક દિવસમાં રેકોર્ડ ૧૦.૩ કરોડ યૂનિટ વીજળી આપવામાં આવી

ઉર્જા મંત્રી સોરભભાઈ પટેલે જણાવ્યુ છે કે, રાજયના ખેડૂતોની આવક બમણી થાય અને આર્થિક રીતે સમૃધ્ધ બને એ માટે રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. જેના ભાગરૂપે ખેડૂતોને ગુણવત્તાયુકત અને સમયસર વીજળી પુરી પાડવામા આવી રહી છે. ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમા ધરખમ વધારો યયો છે ગઈકાલે માત્ર એક જ દિવસ માં ૧૦.૩ કરોડ યુનિટસ ખેડૂતોને પૂરા પડાયા છે.  જે ગત વર્ષે  અપાયેલ ૯.૩ કરોડ દૈનિક વીજળી યુનિટસ કરતા એક કરોડ યુનિટનો વધારો થયો છે.

ઉર્જામંત્રીએ ઉમેર્યુ કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને સહાયરૂપ થવા અનેક કૃષિ હિતલક્ષી નિર્ણયો કરાયા છે જેના પરિણામે ખેડૂતો વધુને વધુ ખેતી કરતા થયા છે.

મંત્રીએ ઉમેર્યુ કે,રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમાં ધરખમ વધારો થયો છે જેમા તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ નાં રોજ ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોને ૧૦૩ મિલિયન યુનિટસ્ (૧૦.૩ કરોડ યુનિટસ્) વીજળી અપાઈ છે. જે ગત વર્ષે  એટલેકે વર્ષ ૨૦૨૦-૨૧માં ખેડૂતોને અપાયેલ મહત્તમ દૈનિક વીજળીના ૯૩ મિલિયન યુનિટસ્ (૯.૩ કરોડ યુનિટસ્) કરતાં ૧૦ મિલિયન યુનિટસ્ વધારે છે એટલે કે એક કરોડ યુનિટનો વધારો થયો છે જેના લીધે ખેડૂતોના પાક ઉત્પાદનમા વૃધ્ધિ થશે તેમ તેમણે ઉમેર્યુ છે.