૧૫ ઓગસ્ટના ભાષણમાં આત્મનિર્ભર ભારત મામલે મોટી ઘોષણા કરી શકે છે વડાપ્રધાન મોદી

  • રક્ષામંત્રી રાજનાથસિંહ સ્વરદ્વારા આપેલા સંકેતોથી ઉઠી અટકળો

રક્ષા મંત્રાલય તરફથી આત્મનિર્ભર ભારત તરફથી મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે લગભગ ૧૦૧ ઘાતક હથિયારો અને જરૂરતોના સામાનને ભારતમાં જ બનાવવામાં આવશે. અને આવનારા સમયમાં તેના ઈમ્પોર્ટને બિલ્કુલ બંધ કરી દેવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથિંસહનું માનીએ તો ૧૫ ઓગસ્ટે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર ભાષણ આપશે, ત્યારે ભારત માટે નવા અવસરોની ઘોષણા કરશે. એક કાર્યક્રમમાં રાજનાથ િંસહે કહૃાું કે, રક્ષા ક્ષેત્રમાં ૧૦૧ સામાનોને ઘરમાં જ બનાવવાના નિર્ણય ખુબ જ મોટા વિઝનવાળો નિર્ણય છે. અને તેને જ આગળ વધારતાં ૧૫ ઓગસ્ટે પીએમ મોદી આત્મનિર્ભર ભારતની તરફ નવી લકીર ખેંચશે. રક્ષામંત્રીએ કહૃાું કે, કોરોના સંકટને કારણે સાફ થઈ ગયું છે કે,

દેશને આત્મનિર્ભર બનાવવાની જરૂર છે અને બહારની વસ્તુઓ પર નિર્ભર રહી શકતા નથી. ભારતની સરકાર દેશની સંપ્રભુતાને કોઈ પણ રીતે હાનિ નહીં પહોંચવા દે. રાજનાથસિંહ કહૃાું કે, ડિફેન્સ સેક્ટરમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવી રહૃાું છે, નાના સામાનોની સાથે હવે મોટા હથિયારો પણ દેશમાં જ બનશે. ટૂંકમાં જ ભારત આ હથિયારોને એક્સપોર્ટ પણ કરશે. રવિવારે ૧૦૧ હથિયારોને ઈમ્પોર્ટ પર તબક્કાવાર રોક લગાવવામાં આવશે. આ હથિયારોને ઈમ્પોર્ટને ૨૦૨૦-૨૦૨૪ સુધી રોક લગાવી દેશે.

આ દરમિયાન દેશમાં બનાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. પીએમ મોદીએ ૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજનું એલાન કરી શકે છે. જે હેઠળ એમએસએમઈ સેક્ટર, નાના કારોબારીઓને રાહત આપવી અને લોન આપવામાં આવી છે. આ એલાન બાદથી જ અલગ-અલગ મંત્રાલયોએ પોતાના સ્તરે સ્વદેશી સામાનને પ્રમોટ કરવા, વિદેશી સામાન પર રોક લગાવવાનું એલાન કર્યું છે.