૧૬ વર્ષ બાદ મોહમ્મદ કેફે હેમંગ બદાણીની માફી માંગી..!!

મુંબઇ,
ટીમ ઈન્ડિયાના શાનદાર ફીલ્ડરોમાં સામેલ રહેલા મોહમ્મદ કેફએ પોતાના સાથી ખેલાડી રહેલા હેમાંગ બદાણીની વર્ષ ૨૦૦૪ની એક ભૂલ માટે માફી માગી છે. કેફે પાકિસ્તાન વિરુદ્ધ ૨૦૦૪મા રમાયેલી એક મેચની નાની ક્લિપ પોતાના ટ્વીટર પર પોસ્ટ કરી, જેમાં તેણે બદાણીને સોરી કહૃાુ છે.
કેફ દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં તેની શ્રેષ્ઠ ફીલ્ડિંગની એક ઝલક છે. ભારતીય ટીમ વર્ષ ૨૦૦૪ મા પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. આ દરમિયાન કરાચીમાં રમાયેલી વનડે મેચ રોમાંચક બની ગઈ હતી. પાકિસ્તાનની ટીમને ભારતે ૩૫૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો અને આ મેચમાં પાકિસ્તાન જ્યારે જીતથી ૧૦ રન દૃૂર હતું, ત્યારે કેફે દમદાર કેચ ઝડપીને મેચ ભારતની તરફ લાવી દીધી હતી.
આ વીડિયોને પોસ્ટ કરતા કેફે ટ્વીટર પર લખ્યુ, ’નિડર યુવા અસંભવનો પણ પીછો કરે છે અને તેને બંન્ને હાથમાં પકડી લે છે. ઓહ સોરી બદાણી ભાઈ.’