૧૮ કરોડના ખર્ચે બનેલા સુરત રીંગરોડ લાય ઓવરબ્રિજનું ૧૪.૬૬ કરોડમાં રિપેરીંગ થશે

પાલિકામાં ટેન્ડર સ્ક્રૂટિની કમિટિની બેઠક મળી હતી. તેમાં જુદા-જુદા કામોના ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યાં છે. સુરતમાં સતત ટ્રાફિકથી ધમધમતાં રીંગરોડ લાય ઓવર બ્રિજના રીપેરીંગ માટે તૈયારી થઇ રહી છે. ૨૦ વર્ષ પહેલા ૧૮ કરોડના ખર્ચે બનેલા બ્રિજનું ૧૪.૬૬ કરોડના ખર્ચે રિપેરીંગ થશે. બ્રિજ રીપેરીંગ માટે આઠ માસ લાગશે. જેમાં ૪ મહિનાથી વધુ સમય સુધી સુપર સ્ટ્રકચર રીપેરીંગની કામગીરી દરમિયાન સંપૂર્ણ બંધ રહેશે.

આ વિસ્તારમાં ટ્રાફિક ડાઈવર્ટ કરવા બીજો વિકલ્પ ન હોવાથી ટ્રાફિક સમસ્યા વકરવાની ભીતિ છે. રીંગરોડ લાય ઓવરબ્રિજને રૂપિયા ૧૪.૬૬ કરોડના ખર્ચે રીપેરીંગ અને રીહેબિલીટેશન કરવામાં આવશે. તેમાં સ્ટ્રક્ચર, બેરિંગ, વિરિંગકોટ, કલરકામ સહિત રિપેરિંગ કરવામાં આવશે. તે માટે એલ વન આવેલા મહેન્દ્ર ઈન્ફ્રા. મુંબઈની ઓફરને મંજૂરી આપવામાં આવી છે. આ બ્રિજ ૨૦૦૦ની સાલમાં લગભગ ૧૮ કરોડના ખર્ચે બન્યો હતો.

આ બ્રિજનું ૧૪.૬૬ કરોડના ખર્ચે રિપેરીંગ કરાશે. જેમાં કામગીરી માટે આઠ માસનો સમય અપાયેલો છે. ૪થી વધુ મહિના સુપર સ્ટ્રકચરની કામગીરી ચાલશે. સુપર સ્ટ્રકચર સિવાયની કામગીરી કરવાની હશે ત્યારે ત્રણ માસ વાહન વ્યવહાર તુટક તુટક બ્રિજ પરથી ચાલુ રહેશે. પરંતુ ચાર માસથી વધુ સમયની કામગીરી દરમિયાન બ્રિજ પરથી વાહન વ્યવહાર ફરજ્યાત બંધ રાખવાનો રહેશે.