૧૮ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બુમરાહ ભારતનો પ્રથમ બોલર બન્યો

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાના શાનદાર પર્દર્શન દ્વારા ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. પહેલી ટેસ્ટમાં ભારતને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ૨૭ વર્ષ બુમરાહે આ ટેસ્ટ બાદ ખાસ રેકોર્ડની બરાબરી કરી છે. આ ભારતીય બોલર લીલી-લોસન-બિશપના અનોખા ક્લબમાં સામેલ થઈ ગયો છે.
ઈંગ્લેન્ડ સામે હાલની સિરીઝ પહેલા ટેસ્ટમાં ચાર વિકેટ લીધા બાદ બુમરાહના નામે માત્ર ૧૮ ટેસ્ટનાં ૮૩ વિકેટ થઈ ગઈ છે. ફાસ્ટ બોલરોમાં ડેનિસ લીલી, જ્યોફ લોસન અને ઈયાન બિશપના નામે ૧૮ ટેસ્ટમાં આટલી વિકેટ હતી. ભારતીય બોલરોની વાત કરીએ તો, બુમરાહ ઈરફાન પઠાણને પાછળ છોડી દીધો છે. પઠાણના નામે ૧૮ ટેસ્ટ મેચમાં ૭૩ હતી. ત્રીજા સ્થાને મોહમ્મદ શમી છે જેની ૬૬ વિકેટ છે.
ચેન્નાઈ ટેસ્ટમાં એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો, તે વિદૃેશમાં સૌથી વધુ ટેસ્ટ રમ્યા બાદ ઘરમાં ડેબ્યુ કરનાર ભારતીય ખેલાડી છે. આ પહેલા આ રેકોર્ડ જવાગલ શ્રીનાથના નામે હતો. જેમણે તેમના ડેબ્યુ બાદથી ૧૨ ટેસ્ટ વિદૃેશમાં રમ્યા હતા. આ લીસ્ટમાં આરપી સિંહ (૧૧), સચિન(૧૦) અને નેહરા (૧૦)ના પણ નામ સામેલ છે.
બુમરાહે પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત ૨૦૧૮ સાઉથ આફ્રિકા સામેથી કરી હતી. બુમરાહે એબીડી વિલિયર્સને આઉટ કરીને પહેલી વિકેટ લીધી હતી. બુમરાહે એક હેટ્રિક પણ લીધી છે. બુમરાહ માટે ૨૦૧૯નો વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શાનદાર રહૃાો હતો. એિંટગાની પહેલી ટેસ્ટમાં બુમરાહે સૌથી ઓછા રન આપીને ૫ વિકેટ લેનાર ભારતીય બન્યા હતા.જમૈકાના બીજી ટેસ્ટમાં હેટ્રિક લેનાર ત્રીજા ભારતીય બોલર બન્યા હતા. આ પહેલા હરભજન સિંહે ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયા અને ઈરફન પઠાણે ૨૦૦૬માં પાકિસ્તાન સામે હેટ્રિક લીધી હતી.
૧૮ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય
૮૩- જસપ્રીત બુમરાહ
૭૩  ઇરફાન પઠાણ
૬૬- મોહમ્મદ શમી
૬૪- કપિલ દૃેવ
૬૨  એસ શ્રીસંત
૫૯- કરસન ઘાવરી
૫૮- વેંકટેશ પ્રસાદ / ઉમેશ યાદવ
૫૩- મનોજ પ્રભાકર
૫૨- રમાકાંત દૃેસાઈ / ચેતન શર્મા / ઇશાંત શર્મા