૧ જાન્યુઆરીથી જૂનાં વાહનો માટે ફાસ્ટેગ બનશે ફરજિયાત

કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૨૦૧૭ પહેલાં ખરીદેલા તમામ જૂનાં ફોર-વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવી દીધો છે. સરકારે એમ અને એન કેટેગરીના જૂનાં વાહનો માટે ૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં ફાસ્ટેગ રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નવો નિયમ ૧ એપ્રિલ ૨૦૨૧થી અમલમાં આવશે. આ નિયમ ફોર્મ ૫૧ (વીમાનું પ્રમાણપત્ર)માં સુધારો કરીને બનાવવામાં આવ્યો છે. સરકારે આ સંદર્ભે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ, ફેસ્ટેગ હવે ૧ જાન્યુઆરી, ૨૦૨૧ એટલે કે ૧ ડિસેમ્બર, ૨૦૧૭ પહેલાં વેચાયેલાં મોટર વાહનો (ફોર વ્હીલર્સ)નાં સીએમવીઆર, ૧૯૮૯માં સુધારો કરીને ફાસ્ટેગ ફરજિયાત બનાવી દીધું છે.

ફોર વ્હીલર્સ માટે રજિસ્ટ્રેશન વખતે જ ફાસ્ટેગને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે અને ઓટોમોબાઇલ કંપનીઓ અથવા તેમના ડીલર્સને તેની સપ્લાય કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત, ૧ ઓક્ટોબર ૨૦૧૯થી રાષ્ટ્રીય પરમિટ વાહનો માટે ફાસ્ટેગ ફીટ કરવાનું ફરજિયાત કરાયું છે. સરકારનો હેતુ ટોલ પ્લાઝાને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવાનું છે. તેનાથી ઘણી પોઝિટિવ અસર જોવા મળી શકે છે. જ્યારે ડિજિટલ ટોલ હશે તો રેવન્યૂમાં પણ નુકસાન નહીં થાય અને દેશભરમાં મોટી માત્રામાં પેટ્રોલ (પેટ્રોલ અને ડીઝલ અથવા ગેસ)નો વપરાશ પણ ઘટશે. ફાસ્ટાગ એ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ટેક્નોલોજી છે. તેમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશનનો ઉપયોગ થાય છે. ફાસ્ટાગ એ રિચાર્જ કરવામાં આવતું પ્રિપેડ ટેગ છે, જે તમારે તમારા વાહનની વિન્ડશિલ્ડ પર અંદરની બાજુ મૂકવું પડશે.

જ્યારે તમારું વાહન ટોલ પ્લાઝાની નજીક આવશે ત્યારે ટોલ પ્લાઝા પરનું સેન્સર તમારા વાહનની વિન્ડસ્ક્રીન પરના ફાસ્ટાગને ટ્રેક કરે છે. ત્યારબાદ ટોલ પ્લાઝા પર વસૂલવામાં આવતી ફી તમારા ફાસ્ટટેગ અકાઉન્ટમાંથી કાપવામાં આવે છે. આ રીતે તમે ટોલ પ્લાઝા પર રોકાયા વિના ફી ચૂકવી શકો છો. વાહનમાં લાગેલું આ ટેગ તમારા પ્રિપેડ ખાતું એક્ટિવ થતાં જ પોતાનું કામ કરવાનું શરૂ કરી દેશે. તેમજ, જ્યારે તમારા ફાસ્ટેગ અકાઉન્ટમાં રહેલી રકમ પૂરી થઈ જશે તો તમારે તેું ફરીથી રિચાર્જ કરાવવું પડશે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એક્સિસ બેંક જેવી દેશની લગભગ બધી મોટી સરકારી અને ખાનગી બેંકો ફાસ્ટેગ લઈ શકે છે. ફાસ્ટેગ એમેઝોન અથવા પેટીએમથી પણ ખરીદી શકાય છે. મોટા પેટ્રોલ પંપ પર પણ ફાસ્ટેગ ખરીદવાની સુવિધા છે. તેમજ, એનએચએઆઈ દ્વારા ફાસ્ટેગની ફ્રી સુવિધા માટે તમામ ટોલ પ્લાઝા પર વેચાણ કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે.