૧ જૂનથી ગુજરાતમાંથી ૩૪ ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે..

અમદૃાવાદ,કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા ૧ જૂનથી દૃેશભરમાં ટ્રેનો દૃોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી પણ ટ્રેનો શરૂ થશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા ૧ જૂનથી ગુજરાતમાંથી ૩૪ જેટલી ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા આ ખાસ ટ્રેનોની માહિતી રાજ્ય સરકારને આપવામાં આવી છે. આ ટ્રેનોમાં દૃક્ષિણ ગુજરાતને સૌથી વધુ ૨૪ ટ્રેનોનો લાભ મળશે. મુંબઈ સેન્ટ્રલ અને અમદૃાવાદૃ વચ્ચે પણ એક ટ્રેન દૃોડાવવાની જાહેરાત કરાઈ છે. આ ૩૪ ટ્રેનોમાં ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનો પણ છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે.