૨૦મી પછી કેનેડાથી બે સી-પ્લેન વિદેશી પાઇલટ અને ક્રૂ-મેમ્બર સાથે આવશે

આગામી ૩૧મી ઓક્ટોબર સરદાર પટેલની જન્મજ્યંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી બતાવીને સી-પ્લેનની સેવાનો પ્રારંભ અમદાવાદના રિવરફ્રન્ટથી કરશે. હાલ રિવરફ્રન્ટમાં સી-પ્લેન માટે લોટિંગ જેટીનાં કામો ચાલી રહૃાાં છે, જે ૨૦ ઓક્ટોબર સુધી પૂરાં થવાની શક્યતા છે. સૌ પહેલી ઉડાન મોદી અમદાવાદથી કેવડિયા સુધી ભરશે. એ માટે ૨૦ ઓક્ટોબર આસપાસ કેનેડાથી બે સી-પ્લેન વિદેશી પાઇલટ સાથે આવી જશે, જેમાં રોજની ચાર ઉડાન ભરાશે. પછી ધીમે ધીમે એનું શિડયૂલ નક્કી કરવામાં આવશે.

મોદીના ઉદ્ધઘાટન બાદ કેવડિયા જવા માગતા પ્રવાસીઓ આ સી-પ્લેનનો ઉપયોગ કરી શકશે. એક ટિકિટનું ભાડું ૪૮૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, જેનો લાભ પ્રવાસીઓ લઇ શકશે. ૨૦મી ઓક્ટોબર સુધીમાં ૧૮ બેઠકો ધરાવતાં બે સી-પ્લેન કેનેડાથી અમદાવાદ આવશે. સ્પાઇસ જેટ દ્વારા સંચાલિત થનારી આ લાઇટમાં બે વિદેશી પાઇલટ અને બે ક્રૂ-મેમ્બર હશે, જે છ મહિના સુધી ગુજરાતમાં રોકાશે. બન્ને વિદેશી પાઇલટ ભારતીય પાઇલટને સી-પ્લેન ઓપરેટ કરવાની તાલીમ આપવાના છે.

છ મહિના સુધી તો વિદેશી પાઇલટ સી-પ્લેનમાં અમદાવાદથી કેવડિયા સુધીની સફર કરાવશે. આ સી-પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીનું ૨૨૦ કિલોમીટરનું અંતર માત્ર ૪૫ મિનિટમાં કાપશે. શરૂઆતમાં તો ૧૮ બેઠકના આ સી-પ્લેનમાં ૧૪ પેસેન્જર સવારે આઠ વાગ્યાથી મુસાફરી કરી શકશે. હાલમાં આ પ્લેન નોન-શિડ્યૂલ લાઇટ તરીકે ઓપરેટ થશે અને જો પ્રવાસીઓનો વધુ રિસ્પોન્સ મળશે તો એક વર્ષમાં તમામ લાઇટ શિડ્યૂલ કરાશે.