૨૦૨૦ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રિંસહ ચુડાસમાને સન્માનિત કરાયા

ગાંધીનગર,ગાંધીનગર ખાતે વિધાનસભામાં બેસ્ટ ધારાસભ્યને ગૃહમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પ્રથમ વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં બેસ્ટ ધારાસભ્ય એવોર્ડ આપવાનું નક્કી કરાયું, જે અંતર્ગત ગુજરાત વિધાનસભામાં ૨૦૨૦ માટે ભૂપેન્દ્રિંસહ ચુડાસમાની શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે ૨૦૧૯ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે કોંગ્રેસના મોહનિંસહ રાઠવાની પસંદગી કરવામાં આવી છે. આ બન્ને ધારાસભ્યોએ રાજ્યમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયુ છે. તેમને ૧.૫ કીલો ચાંદી ની વિધાનસભાની પ્રતિકૃતિ સન્માન સ્વરુપે આપવામાં આવી છે. બેસ્ટ ધારાસભ્યની જાહેરાત વિધાનસભા અધ્યક્ષ દ્વારા ગૃહમાં કરવામાં આવી. બેસ્ટ એમએલએનો એવોર્ડ મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરાયો હતો.