૨૦૨૧ની શરૂઆતમાં દૃેશમાં કોરોના વેક્સિન લોન્ચ થવાની આશા: ડો.હર્ષવર્ધન

  • વડાપ્રધાનના માર્ગદર્શનમાં નિષ્ણાંતોનું એક જૂથ આ બાબત પર નજર રાખી રહૃાું છે

    દૃેશમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકાર વચ્ચે રાજ્યસભામાં પણ તેના પર ચર્ચા થઈ હતી. જેનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહૃાુ હતુ કે, ભારત પણ અન્ય દૃેશોની જેમ વેક્સિન બનાવવાનો પ્રયાસ કરી રહૃાુ છે. પીએમના માર્ગદર્શનમાં નિષ્ણાતોનુ એક જૂથ આ બાબત પર નજર રાખી રહૃાુ છે. ભવિષ્ય માટે આપણી પાસે ઘણી સારી યોજનાઓ છે. આશા છે કે, ૨૦૨૧ની શરુઆતમાં ભારતમાં કોરોનાની વેક્સિન લોન્ચ થઈ ચુકી હશે.
    તેમણે કહૃાુ હતુ કે, કોરોનાથી મરનારા લોકોની સંખ્યા ઓછી છે અને તેના પ્રસારને રોકવા માટે સરકારે લીધેલા પગલા સફળ થયા છે.દૃેશના ૧૩ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ છે પણ દૃુનિયાના બીજા દૃેશો કરતા અહીંયા સ્થિતિ વધારે સારી છે.કોરોનાના મોટાભાગના કેસ અને મોત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદૃેશ, તામિલનાડુ, કર્ણાટક, યુપી, દિલ્હી, આસામ, કેરલ, પશ્ર્ચિમ બંગાળ, ગુજરાત , બિહાર, જેવા રાજ્યોમાં નોંધાયા છે.
    ડો.હર્ષવર્ધને કહૃાુ હતુ કે, કોરોનાની મહામારી સાથે લડવામાં સરકારે મોડુ કર્યુ નથી.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ૭ જાન્યુઆરીએ કોરોના વાયરસનો ઉલ્લેખ કર્યો હતો અને અમે આઠ જાન્યુઆરીથી બેઠકો શરુ કરી દીધી હતી.પીએમ મોદીએ સતત આઠ મહિના સુધી દરેક એક્શન પર નજર રાખી છે અને તમામની સલાહ લીધી છે.સરકારને કોરોનાથી થતા મોત પર અંકુશ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.