૨૦૨૧માં અક્ષય કુમાર તથા તાપસી પન્નુની સૌથી વધુ ફિલ્મ રિલીઝ થશે

કોરોનાને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણું જ નુકસાન સહન કરવું પડ્યું છે. હવે ધીમે ધીમે ઈન્ડસ્ટ્રી પાટા પર આવી રહી છે. ૨૦૨૧માં સલમાન ખાનની ’રાધે’, અક્ષય કુમાની ’બેલ બોટમ’, શાહરુખની ’પઠાન’, આમિર ખાનની ’લાલ સિંહ ચઢ્ઢા’ સહિત ૫૦ ફિલ્મ રિલીઝ થશે તેમ માનવામાં આવે છે. નવાઈની વાત એ છે કે અક્ષય કુમારની ૬ ફિલ્મ રિલીઝ થશે. તાપસી પાુની ’રશ્મિ રોકેટ’,’શાબાશ મિથુ’, ’લૂપ લપેટા’, ’હસીન દિલરુબા’ જેવી ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મ                      રિલીઝ ડેટ

સૂર્યવંશી                માર્ચ, ૨૦૨૧

બેલ બોટમ           જૂન ૨૦૨૧

બચ્ચન પાંડે         ઓગસ્ટ ૨૦૨૧

અતંરગી રે           ઓક્ટોબર ૨૦૨૧

પૃથ્વીરાજ             નવેમ્બર ૨૦૨૧

રક્ષાબંધન            ડિસેમ્બર ૨૦૨૧

તાપસી પન્નુની ફિલ્મની સંભવિત ડેટ્સ

ફિલ્મ                      રિલીઝ

શાબાશ મિથુ         માર્ચ ૨૦૨૧

રશ્મિ રોકેટ           ઓગસ્ટ ૨૦૨૧

હસીન દિલરુબા  સપ્ટેમ્બર ૨૦૨૧

લૂપ લપેટા           હજી નક્કી નથી

ખાન એક્ટર્સની વાત કરીએ તો સલમાન ખાનની ’રાધે’ ઈદ પર તો આમિરની ’લાલ સિંહ ચઢ્ઢા’ ક્રિસમસ પર રિલીઝ થશે. શાહરુખ ખાનની ’પઠાન’ દિવાળી પર રિલીઝ થવાની છે. ટ્રેડ એનાલિસ્ટ તથા ક્રિટિક જોગિંદર ટુટેજાના પ્રમાણે, ’ઈન્ડસ્ટ્રીને નુકસાનમાંથી બહાર આવવામાં ખાસ્સો સમય લાગશે. ૨૦૨૧માં અમે પહેલેથી જ ૩૬૦૦ કરોડ રૂપિયાના નુકસાન સાથે મેદાનમાં ઊતર્યા છીએ. એપ્રિલ મહિનામાં કેટલીક મોટી ફિલ્મ રિલીઝ થાય તેવી શક્યતા છે. હાલમાં થિયેટરમાં માત્ર ૫૦ ટકા જ લોકો આવી શકે છે.