૨૦૨૧-૨૨માં ભારતની જીડીપી ૭.૫ થી ૧૨.૫ ટકાની વચ્ચે રહેશે

ભારત સહિત દુનિયાભરના દેશોમાં કોરોનાની નવી લહેર વચ્ચે વિશ્વ બેક્ધે ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષમાં ભારતની જીડીપી ૭.૫ ટકાથી ૧૨.૫ ટકા વચ્ચે રહી શકે છે તેવી આગાહી કરી છે.

વિશ્વ બેક્ધના એક  મોટા અધિકારીએ આ અનુમાન કર્યુ હતુ.જોકે તેમણે જીડીપીનો કોઈ એક ચોક્કસ આંકડો આપવાનો ઈનકાર કર્યો હતો.તેમનુ કહેવુ હતુ કે, ૭.૫ ટકાથી ૧૨.૫ ટકાની રેન્જ એટલા માટે રાખવામાં આવી છે કે, કોરોના સંક્રમણની રફતાર વધશે કે ધીમી પડશે તો આ આંકડામાં ફેરફાર થઈ શકે છે.એટલે આ રેન્જ રાખવામાં આવી છે.

જોકે પત્રકારોએ ભારત અંગે આગાહી કરવા માટે આગ્રહ રાખતા આ અધિકારીએ કહૃાુ હતુ કે, શક્ય છે કે ભારતનો વિકાસ દર ૧૦ ટકા કરતા થોડો વધારે રહે.

દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ૨૦૨૧-૨૨ના વર્ષમાં ભારતના આર્થિક વિકાસનો દર ૧૧.૫ ટકા રહેશે તેવુ અનુમાન લગાવ્યુ છે.જોકે હવે વર્લ્ડ બેક્ધે જે આંકડા આપ્યા છે તે આઈએમએફ કરતા થોડા અલગ છે.

ભારતમાં સંખ્યાબંધ મોટા રાજ્યોમાં કોરોના સંક્રમણ તેજીથી ફેલાઈ રહૃાુ હોવાથી આર્થિક ગતિવિધિઓ પર પણ તેની અસર પડી રહી છે.જેના કારણે જેટલી અપેક્ષા હતી તેટલી તેજી આર્થિક મોરચે હજી જોવા મળી રહી નથી.ખાસ કરીને મેન્યુફેક્ચિંરગ સેક્ટરમાં ગ્રોથ નહીંવત છે.ટ્રાવેલ, ટુરિઝમ, એવિએશન, રેસ્ટોરન્ટો જેવા સર્વિસ સેક્ટરને પણ કોરોનાના કારણે નુકસાન થયેલુ છે. રોજગારીમાં પણ ખાસ વધારો નહીં થઈ રહૃાો હોવાથી માંગમાં પણ વધારો થઈ રહૃાો નથી.