૨૦૨૨થી પહેલા કોરોનાની રસી મળવી મુશ્કેલ: ડબલ્યુએચઓ વૈજ્ઞાનિક

કોરોના વાઇરસનો માર સહન કરતા દૃુનિયાન સાત મહિનાથી લાંબો સમય વીતી ગયો છે. હજુ પણ તે કહી શકાય તેમ નથી કે આ જીવલેણ બીમારીથી દૃુનિયાને ક્યારે છુટકારો મળશે.
કોરોના વાઇરસની પ્રભાવશાળી વેક્સીનની પહેલ અંતર્ગત અલગ અલગ દૃેશમાં ન્યાય સંગત રીતે રસી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહૃાું છે. આ માટે આવતા વર્ષની મધ્ય સુધીમાં કરોડો ડોઝ તૈયાર કરવા પડશે. એટલે કે ડબલ્યુએચઓ સાથે જોડાયેલા તમામ ૧૭૦ દૃેશ કે અર્થયવસ્થા કંઇ ના કંઇ તો જરૂર મળશે.
દરમિયાન WHO ની ચીફ સાયન્ટિસ સૌમ્ય સ્વામીનાથનના એક નિવેદને લોકોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. મંગળવારના રોજ તેમણે કહૃાું કે સાન્ય જીવનમાં પાછા ફરવા માટે ૨૦૨૨ સુધીમાં જરૂરી માત્રામાં રસી મળવી મુશ્કેલ છે. હાલ તો પર્યાપ્ત માત્રામાં ડોઝ ઉપલબ્ધ છે. ૨૦૨૧ના અંત સુધીમાં વેક્સીન બે અબજ ડોઝ મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવશે.
એવું લાગી રહૃાું કે જાન્યુઆરીમાં સમગ્ર દૃુનિયાને વેક્સીન મળી જશે અને જીવન ફરી પાટા પર ચડી જશે. ખરેખર એવું નથી થતું. ૨૦૨૧ની મધ્યમાં અમે વેક્સીન રોલઆઉટનું સાચુ મુલ્યાંકન કરીશું, કારણકે ૨૦૨૧ની શરૂઆતમાં આ રસીનું પરિણામ જોવા મળશે.
જોકે, ચીન રસી મામલે આક્રમક રીતે આગળ વધી રહૃાું છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રીવેન્સના વૂ ગિજેનએ મંગળવારના રોજ કહૃાું, નવેમ્બર-ડિસેમ્બર સુધી ચીનને સ્થાનિક રીતે રસી વિકસાવા માટેનો હક મળી જશે. ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચાર અઠવાડિયાની અંદર રસી આપવાનો દાવો કર્યો છે. રાજકીય દબાણમાં દવા કંપનીઓ પણ ઇમર્જન્સીમાં રસી ઉપયોગ કરવાનું લાઇસન્સ જારી કરી શકે છે.
સ્વામીનાથને કહૃાું, હાલ જે ટ્રાયલ ચાલી રહૃાાં છે, તેમાં વધારે નહીં તો ઓછામાં ઓછા ૧૨ મહિનાનો સમય તો લાગશે. આ તે સમય છે જ્યાં તમે જોઇ શકો છે કે પ્રાથમિક અઠવાડિયામાં રસીની કોઇ આડઅસર છે કે નહીં. જોકે, આ એક મહામારી છે માટે કેટલીય રેગ્યુલેટર ઇમર્જન્સી વપરસાની યાદી બનાવવા માગશે. અમેરિકાની FDA ટુંક સમયમાં રસીના ઇમર્જન્સી યુઝ માટે ગાઈડલાઈન જારી કરી શકે છે.